IPL 2023 : ક્યારેય નહીં તુટે વિરાટ કોહલીનો આ મોટો રેકોર્ડ, કોઈ આસપાસ પણ નથી
આઈપીએલ ધીરે ધીરે પ્લેઓફ તરફ વધી રહી છે. આઈપીએલમાં આ વર્ષે પણ દર વર્ષની જેમ ઘણા મોટા રેકોર્ડ જોવા મળ્યા છે. જો કે આઈપીએલમાં કેેટલાક એવા રેકોર્ડ છે જે વર્ષોથી કોઈ તોડી શક્યુ નથી. આવો જ એક રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે.
પોતાની બેટિંગથી સચિન તેંડુલકરના રેકોર્ડને તોડવાના સપના જોતો વિરાટ કોહલી રન મશીનના નામે ઓળખાય છે. વિરાટ કોહલીએ આઈપીએલ 2016 માં બેટથી ધમાલ મચાવી દીધી હતી. આ વર્ષે વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ તોડતા પોતાના નામે મોટો રેકોર્ડ બનાવી દીધો હતો.
વિરાટ કોહલીએ આઈપીએલ 2016માં કુલ 973 રન બનાવ્યા હતા. આ એક આઈપીએલ સિઝનમાં સૌથી વધુ રન છે. સૌથી મોટી વાત એ છે કે 7 વર્ષ પછી પણ આ રેકોર્ડ કોઈ ખેલાડી તોડી શક્યો નથી. આઈપીએલ 2022માં રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે ધમાકેદાર બેટિંગ કરી પરંતુ તે પણ આ રેકોર્ડ નજીક મ પહોંચી શક્યો. આ સિઝનમાં બટલરે 863 રન બનાવ્યા હતા.

આ સિઝનમાં પણ વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેને 12 મેચમાં 131.53 ની સ્ટ્રાઈક રેટથી 438 રન બનાવ્યા છે.વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 6 અડધી સદી ફટકારી છે. IPL 2023માં તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 82 રહ્યો છે, જે મુંબઈ ઈન્ડિયન્સ સામે બનાવ્યો હતો.
આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં વિરાટ કોહલી ટોપ પર છે. તે આ સિઝનમાં 7000 રન પુરા કરનારો પ્રથમ ખેલાડી બન્યો છે. આઈપીએલમાં વિરાટ કોહલીએ કુલ 7062 રન બનાવ્યા છે.
આ લિસ્ટમાં બીજા નંબરે પર પંજાબ કિંગ્સ તરફથી રમતો શિખર ધવન છે. તેને 6600 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર દિલ્હી કેપિટલ્સનો ખેલાડી ડેવિડ વોર્નર છે અને તેને 6265 રન બનાવ્યા છે. રોહિત શર્મા 6099 રન સાથે ચૌથા નંબરે છે.












Click it and Unblock the Notifications
