IPL 2024 : MS ધોનીએ CSK ની કેપ્ટનશિપ છોડી, આ યુવા ખેલાડીને કમાન સોંપાઈ

22 માર્ચથી આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. અહીં ચેન્નાઈ અને બેંગ્લોર વચ્ચે પહેલો મુકાબલો રમાય તે પહેલા જ ચેન્નાઈની ટીમમાં મોટા ફેરફાર થયા છે.

IPL 2024 ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે મએસ ધોનીના સ્થાને ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સોંપી છે. IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલે આ વાતની પુષ્ટિ કરી છે.

MS Dhoni

જણાવી દઈએ કે, CSK ના કેપ્ટન તરીકે ધોનીએ પાંચ IPL ટાઇટલ જીત્યા છે, જેમાં ગયા વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવ્યા બાદ જીતનો સમાવેશ થાય છે.

ટ્રોફી જીત્યા પછી ધોનીએ પુષ્ટિ કરી કે તે IPL 2024 માટે પરત ફરશે અને આ સાથે જ તેની નિવૃત્તિ અંગેની શંકાઓ પર પુર્ણ વિરામ મુક્યુ હતુ.

ધોનીએ 250 આઈપીએલ મેચ રમી છે, જેમાં તેણે 38.79ની એવરેજથી 5,082 રન બનાવ્યા છે અને 24 અડધી સદી ફટકારી છે. CSK એ IPL 2024 મીની-ઓક્શનમાં છ ખેલાડીઓને સાઇન કર્યા, જેમાં રચિન રવિન્દ્ર (રૂ. 1.8 કરોડ), શાર્દુલ ઠાકુર (રૂ. 4 કરોડ), ડેરીલ મિશેલ (રૂ. 14 કરોડ), સમીર રિઝવી (રૂ. 8.40 કરોડ), મુસ્તફિઝુર રહેમાન (રૂ. 2 કરોડ) અને અવનીશ રાવ અરવેલી (રૂ. 20 લાખ)નો સમાવેશ થાય છે.

2022 માં ચેન્નાઈએ કેપ્ટન બદલીને રવિન્દ્ર જાડેજાને કમાન સોંપી પરંતુ ટીમના ખરાબ પ્રદર્શનને જોતા સીઝનના મધ્યમાં ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો. આ વખતે નવા કેપ્ટન ઋતુરાજની કેપ્ટનશીપ પર લોકોની નજર રહેશે.

IPL 2024ની 17મી સિઝન શરૂ થવામાં હવે માત્ર થોડા કલાકો બાકી છે. સીઝનની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ શુક્રવારે રાત્રે 8:00 વાગ્યાથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X