રોમાંચક મુકાબલામાં ચેન્નાઇએ કોલકાતાને 14 રને હરાવ્યું
ચેન્નાઇ, 29 એપ્રિલ: માનવિંદર બિસલાની શાનદાર 92 રનની પારી છતા કોલકાતા નાઇટ રાઇડર્સ જીત માટે પર્યાપ્ત રન બનાવી શક્યું નહીં. નાઇટ રાઇડર્સ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર 186 રન જ બનાવી શક્યું. આ રીતે નાઇટ રાઇડર્સને સુપર કિંગ્સે 14 રને માત આપી.
છેલ્લી ઓવરમાં જીત માટે કોલકાતાને 19 રનોની જરૂરિયાત હતી. પરંતુ ક્રિસ મોરિસે શાનદાર બેટિંગ કરતા કોલકાતાને તક આપી નહીં. બિસલાના રન આઉટ થતા જ મેચ પર કોલકાતાની પકડ ઢીલી થઇ ગઇ. ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી માઇક હસીએ સર્વાધિક 95 રનોનું યોગદાન આપ્યું હતું. જોકે તેઓ ભાગ્યશાળી ના રહેતા પોતાની સદી પૂરી કરી શક્યા નહીં.

હવે 9 મેચોમાં ચેન્નાઇના 14 પોઇન્ટ થઇ ગયા છે. કોલકાતા પોતાના 9 મેચોમાંથી 6 મેચ હારી ચૂકી છે, અને પોઇન્ટ ટેબલમાં તે સાતમાં સ્થાને આવે છે. આ મુકાબલામાં માઇક હસીએ ટૂર્નામેન્ટની પોતાની ચોથી અર્ધસદી ફટકારી. હસીએ અત્યાર સુધી આઠ પારીમાં 445 રન બનાવી લીધા છે. તે ગેઇને જોરદાર ટક્કર આપી રહ્યો છે.












Click it and Unblock the Notifications
