IPL-6: મુંબઇને હૈદરાબાદે આપી સરળતાથી હાર

sunrise hyderabad
હૈદરાબાદ, 2 મે: આઇપીએલના એક મુકાબલામાં ગઇકાલે શિખર ધવનની અર્ધસદી (73 અણનમ), ઇશાંત શર્મા(2/15), અને અમિત મિશ્રા(2/24)ની બોલીંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટથી માત આપી દીધી.

મુંબઇએ પહેલા બોલીંગ કરતા 129 રન બનાવ્યા. શિખર ધવનની બોલીંગના કારણે આ સ્કોર હૈદરાબાદ માટે ખુબ જ સરળ સાબિત થયો. શિખરે 55 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા.

આ હૈદરાબાદની પોતાના ઘરેલું મેદાન પર સતત ચોથી જીત હતી. દસ મેચોમાં હૈદરાબાદની આ છઠ્ઠી જીત છે. આ જીતની સાથે જ હૈદરાબાદની ટીમ પાંચમાં સ્થાન પર છે જ્યારે મુંબઇની ટીમ નેટ રન રેટ સારો હોવાના કારણે ચોથા સ્થાન પર કાયમ છે.

શિખર ધવને આઇપીએલ 6માં પોતાની બીજી અર્ધસદી ફટકારી. પહેલી સાત મેચોમાં તે ઇજાના કારણે રમી શક્યો ન્હોતો. ડ્વેન સ્મિથને આઉટ કરવાની સાથે જ અમિત મિશ્રા આઇપીએલના સૌથી સફળ બોલર બની ગયા હતા. તેણે અત્યાર સુધી 90 વિકેટ લીધી છે. જ્યારે મિશ્રાએ મલિંગાના 89 વિકેટના રેકોર્ડને પાછળ રાખી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X