ગંભીર, કાલિસના વિશ્વાસ અને મોર્ગનના બ્લાસ્ટથી જીત્યું કોલકાતા

કોલકાતા, 15 એપ્રિલ: આઇપીએલની સ્ટાર ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે જેક્સ કાલિસ, ગૌતમ ગંભીર અને ઇયોન મોર્ગનના શાનદાર પ્રદર્શનના કારણે સનરાઇઝ
હૈદરાબાદને 48 રનોથી માત આપી દીધી. ગંભીરે આ મેચમાં અર્ધસદી ફટકારી, તેમજ મોર્ગને 21 બોલમાં 47 રનોની તોફાની પારી ખેલી. આ ઉપરાંત કાલિસે ઓલ રાઉન્ડ રમતનું પ્રદર્શન કરતા ત્રણ વિકેટ લીધી અને 41 રન બનાવ્યા.

kkr


વાંચો મેચનું હાઇલાઇટ્સ:

* 48 રનોથી જીત કોલકાતાની ઇડન ગાર્ડનમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત હતી.

* 180 રનોના લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદે માત્ર 7 ચોગ્ગા ત્રણ છગ્ગા લગાવ્યા.

* કોલકાતાની આ ચાર મેચોમાં ત્રીજી જીત હતી. જ્યારે હૈદરાબાદની પાંચ મેચોમાં આ બીજી હાર છે.

* કાલિસે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા 41 રન બનાવ્યા અને ચાર ઓવરોમાં 13 રન આપીને વિકેટ પણ લીધી.

* રજત ભાટિયાએ ચાર ઓવરમાં બે વિકેટ લઇને 33 રન આપ્યા.

* હૈદરાબાદે શરૂઆતની 6 ઓવરમાં કોઇ વિકેટ ગુમાવ્યા વગર 39 રન બનાવ્યા.

* હૈદરાબાદે 6 ઓવરોમાં 39, 43 બોલમાં 50 અને 86 બોલમાં 100 રન બનાવ્યા.

* કોલકાતા માટે ગંભીરે 45 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા.

* આઇપીએલની 76 મેચોમાં ગંભીરે અત્યાર સુધી 18 અર્ધસદી ફટકારી છે.

* કોલકાતાએ પોતાની છેલ્લી પાંચ ઓવરમાં 71 રન બનાવ્યા. પરેરાના 18મી ઓવરમાં મોર્ગને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રન બનાવ્યા.

* પહેલી દસ ઓવર બાદ કોલકાતાનો સ્કોર 76 રન પર એક વિકેટ હતો. ત્યાર બાદ બીજી દસ ઓવરમાં 104 રન બનાવ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X