IPL-6: પૂણેની સતત 9મી હાર, મુંબઇની 5 વિકેટે જીત
પૂણે, 12 મે : પોતાની શાનદાર બોલિંગની મદદે પૂણે વોરિયર્સને સસ્તામાં સમેટી લીધા બાદ 113 રનોના સરળ લક્ષ્યને મુંબઇ ઇન્ડિયન્સે ધૈર્યપૂર્વક બેટિંગ કરી 18.5 ઓવરોમાં હાસલ કરી લીધું. મુંબઇના ઝડપી બોલર મિશેલ જોનસનને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયા. જોનસને બેની એવરેઝથી 8 રન આપીને બે વિકેટ લીધી.
આની સાથે જ મુંબઇ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગની છઠ્ઠી સિઝનમાં 58માં મુકાબલામાં સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમમાં શનિવારે પૂણે વોરિયર્સ પર પાંચ વિકેટથી જીત નોંધાવીને પોઇન્ટ ટેબલમાં બીજું સ્થાન પોતાના નામે કરી લીધું છે.
પૂણે માટે મેંડિસ તથા યુવરાજ સિંહે સારી એવી બોલીંગ કરી પરંતુ જીત માટે સરળ લક્ષ્યને હાંસિલ કરથી તેઓ મુંબઇને રોકી શક્યા નહીં. ડિંડા બે વિકેટ લેવામાં સફળ રહ્યો. પૂણે તરફથી સર્વાધિક રન યુવરાજ સિંહે 33 અને મનીષ પાંડેએ 29 રન બનાવ્યા હતા.
જ્યારે મુંબઇ તરફથી સર્વાધિક રન રોહિત શર્મા 37 અને અંબાતી રાયડૂએ 26 રનોનું યોગદાન આપ્યું હતું. જ્યારે જોન્સન, અહેમદ અને મલિંગાએ 2-2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા.





















Click it and Unblock the Notifications
