IPL-6: હૈદરાબાદની પંજાબ પર 30 રને શાહી જીત
મોહાલી, 12 મે: પાર્થિવ પટેલના કારકિર્દીની સર્વશ્રેષ્ઠ આઇપીએલ પારી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનથી સનરાઇઝર્સ હૈદરાબાદે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કિંગ્સ ઇલેવન પંજાબને 30 રનથી હરાવીને પ્લે ઓફ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે.
હૈદરાબાદે 39 પારીયો બાદ લગાવેલ પાર્થિવ પટેલ(61)ની અર્ધસદીના દમ પર સાત વિકેટ પર 150 રન બનાવ્યા. તેના જવાબમાં કિંગ્સ ઇલેવનની ટીમ ડેરેન સૈમી(22 રન પર ચાર વિકેટ) અને ડેલ સ્ટેન (20 રન પર બે વિકેટ)ની તોફાની બોલિંગની સામે 9 વિકેટ પર 120 રન જ બનાવી શકી. તિસારા પરેરાએ ચાર ઓવરમાં 19 રન આપીને 1 વિકેટ ઝડપી.
પંજાબ તરફથી લ્યૂક પોમરબૈશે સર્વાધિક અણનમ 33 રન બનાવ્યા પરંતુ તેમણે ખુબ જ ધીમી બેટિંગ કરતા 40 બોલની પોતાની પારીમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો. કપ્તાન એડમ ગિલક્રિસ્ટે 26 જ્યારે રામગોપાલ સતીશે 25 રનોનું યોગદાન આપ્યું.
હૈદરાબાદની ટીમના હવે 13 મેચોમાં 8માં જીતથી 16 પોઇન્ટ થઇ ગયા છે પરંતુ તે પાંચમાં સ્થાન પર જ છે. પંજાબના 13 મેચોમાં 8 હાર અને પાંચ જીતથી માત્ર 10 પોઇન્ટ થયા છે અને ટીમ પ્લે ઓફની દોડમાંથી લગભગ બહાર થઇ ગઇ છે. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે પહેલી ઓવરમાં જ સલામી બેટ્સમેન મનદીપ સિંહને શૂન્ય પર જો સ્ટેને પેવેલિયનભેગો કરી દીધો.
એડમ ગિલક્રિસ્ટ (26) અને શોન માર્શ (18)ની ઓસ્ટ્રેલિયાઇ જોડીએ ત્યારબાદ 44 રન બનવ્યા. માર્શે સ્ટેન જ્યારે ગિલક્રિસ્ટે ઇશાંત શર્મા પર 2-2 ચોગ્ગા માર્યા.
હૈદરાબાદના કપ્તાન કૈમરૂન વાઇટે આઠમી ઓવરમાં બોલ સૈમીને આપ્યો જેણે પહેલા બે બોલમાં જ માર્શ અને ગિલક્રિસ્ટને પેવેલિયન ભેગા કરી દીધા. માર્શે પરેરાને કેચ આપી દીધો જ્યારે ગિલક્રિસ્ટ બોલને વિકેટો પર રમી ગયા.
























Click it and Unblock the Notifications
