• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઇની ઝોળીમાં આવશે આઇપીએલનો ખિતાબ?

By Super
|
mumbai-indians
નવી દિલ્હી, 3 એપ્રિલઃ જીતના પ્રબળ દાવેદાર હોવા છતાં પણ મુંબઇ ઇન્ડિયન્સ ફરીએકવાર આઇપીએલનો ખિતાબ જીતવા સફળ થશે તેવી શક્યતાઓ ઓછી છે. શરૂઆતની બે શ્રેણીમાં નબળું પ્રદર્શન કર્યા બાદ ત્રીજી શ્રેણીમાં તે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઇનલમાં મુંબઇની ટીમને ચેન્નાઇ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો અને ઉપવિજેતા પદથી જ સંતોષ માનવો પડ્યો હતો.

બે શ્રેણીઓમાં સતત મુંબઇની ટીમ અંતિમ ચારમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી. આ વખતે રિકી પોન્ટિંગને ટીમનો સુકાની બનાવવામાં આવ્યો છે. ટીમમાં સચિન તેંડુલકર, કીરન પોલાર્ડ, હરભજન સિંહ અને રોહિત શર્મા જેવા ખેલાડી સામેલ છે. આઇપીએલમાં સૌથી વધારે વિકેટ લેનાર લસિથ મંલિગા બોલિંગની કમાન સંભાળશે.

રિકી પોન્ટિંગ, ફિજ હ્યૂઝ, ગ્લેન મેક્સવેલ, નેથન કોલ્ટર નીલ અને જૈકબ ઓરમ જેવા ખેલાડી છે, જે ટીમ સાથે પહેલીવાર જોડાઇ રહ્યાં છે.

મુંબઇ ઇન્ડિયન્સની ટીમઃ રિકી પોન્ટિંગ(સુકાની), સચિન તેંડુલકર, હરભજન સિંહ, રોહિત શર્મા, મુનાફ પટેલ, દિનેશ કાર્તિક, પ્રજ્ઞાન ઓઝા, અંબાતી રાયડૂ, ધવલ કૂલકર્ણી, અબૂ નશીમ, આદિત્યા ટારે, પવન સૂયાલ, સૂર્ય કુમાર યાદવ, સુશાંત મરાઠે, યુજવેન્દ્ર ચહલ, અમિતોજ સિંહ, ઋષિ ધનવ, જલજ સક્સેના, કીરન પોલાર્ડ, લસિથ મલિંગા, એડિન બ્લીજાર્ડ, જેમ્સ ફ્રેન્કલિન, ડ્વેન સ્મિથ, મિશેલ જોનસન, ગ્લેન મેક્સવેલ, ફિલ હ્યુઝ, નેથન કોલ્ટર નીલ, જેકબ ઓરમ.

English summary
Mumbai Indians is ready for IPL 6 Trophy. its a favorable time for team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more