IPL સટ્ટો : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બૂકી વિનોદ મૂલચંદાનીને ઝડપ્યો

તેના ત્યાં પાડેલા દરોડામાં કેટલાક સોનાના બિસ્કિટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂલચંદાની મુંબઇ સ્થિત બૂકી જે LCના નામે જાણીતો છે તેના માટે કામ કરતો હતો. આઇપીએલની મેચોમાં થયેલા સટ્ટામાં મૂલચંદાનીની પણ સંડોવણી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હજી સુધી તેનું કનેક્શન સ્પોટ ફિક્સિંગ એપિસોડ કે સિન્ડિકેટ ફિક્સિંગમાં બહાર આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇ ચીફ શ્રીનિવાસનના જમાઇ ગુરૂનાથ મયપ્પનને આઇપીએલમાં સટ્ટેબાજી અને સ્પૉટ ફિક્સિંગ કાંડમાં તેમની કથિત સંડોવણે માટે ધરપકડ કરવામાં આવી છે. શનિવારે મયપ્પનને કોર્ટમાં હાજર કરવામાં આવશે. બીજી તરફ બીસીસીઆઇ ચીફ શ્રીનિવાસન પર મયપ્પનની ધરપકડ બાદ રાજીનામું આપવાનું દબાણ વધી ગયું છે આગામી 24 કલાકમાં શ્રીનિવાસનના રાજીનામા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
હવે પોલીસ દ્વારા સમગ્ર દેશમાં બૂકીઓના અડ્ડાઓ પર પાડવામાં આવી રહેલા દરોડાને પગલે સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગમાં વધારે નામો બહાર આવે એવી શક્યતા પ્રબળ બની છે.












Click it and Unblock the Notifications
