IPL Auction 2023: આ ખેલાડી પર લાગી શકે છે 18 કરોડની બોલી, જાણો શું કહ્યું આકાશ ચોપરાએ?

આકાશ ચોપરાએ પાંચ સૌથી મોંઘા વેચાઈ શકે તેવા ખેલાડીઓના નામ આપ્યા છે. તેમના મતે એક ખેલાડી 18 કરોડમાં વેચાઈ શકે છે.

નવી દિલ્હી : આઈપીએલ 2023 માટે મીની ઓક્શનનો મંગ તૈયાર છે. હવે તમામ ફ્રેન્ચાઈઝીઓ તેમની ટીમને મજબુત કરવા માટે બોલી લગાવશે. 23 ડિસેમ્બર એટલે કે આવતીકાલે મીની ઓક્શન યોજાવા જઈ રહ્યું છે ત્યારે હવે આકાશ ચોપરાએ મોટી ભવિષ્યવાણી કરી છે.

IPL Auction 2023

ખેલાડીઓની બોલીને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે આકાશ ચોપરાએ પોતાનો મત રાખ્યો છે. આકાશ ચોપરાએ કેટલાક ખેલાડીઓના નામ સામે રાખ્યા છે અને તે મોંઘા વેચાઈ શકે છે તેની ભવિષ્યવાણી કરી છે.

આકાશ ચોપરાનું માનીએ તો, તમામ ફ્રેન્ચાઇઝી ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરેન પર મોટો દાવ લવાવવા માટે તૈયાર હશે. KKR, મુંબઈ, RCB અને લખનૌને બાદ કરતા તમામ ટીમ સેમ કુરેન પાછળ દોડશે. આકાશ ચોપરાએ આગળ જણાવી રહ્યા છે કે, જે ટીમોના પર્સમાં પૈસા હશે તે આ ખેલાડી માટે ઉંચી બોલી લગાવતા અચકાશે નહીં. ખાસ ચેન્નાઈ કુરેનને પોતાની ટીમમાં લેવા ઈચ્છશે. સેમ કુરેન ધોનીનો ફેવરિટ છે અને આવી સ્થિતિમાં ચેન્નાઈની ટીમ આ મેચ વિનરને ટીમમાં સામેલ કરવા ઈચ્છશે. આકાશ ચોપરાનું માનીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ કોઈપણ કિંમતે કુરેનને ખરીદવા પ્રયાસ કરશે.

આકાશ ચોપરાએ આગળ જણાવ્યુ કે, આ હરાજીમાં સેમ કુરેનને 16 થી 18 કરોડ રૂપિયા મળી શકે છે. આ સાથે જ તેમણે કેમરૂન ગ્રીનને પણ મોઘા ખેલાડીઓની યાદીમાં મુક્યો છે અને તેને 12 થી 14 કરોડ રૂપિયા મળી શકે તેમ જણાવ્યુ છે. આકાશ ચોપરાએ ત્રીજા નંબર પર બેન સ્ટોક્સને રાખ્યો છે અને તેને 12 કરોડ સુધી મળવાની આશા છે.

આકાશ ચોપરાની યાદીમાં ચોથો ખેલાડી જેસન હોલ્ડર છે. આ ખેલાડી માટે હૈદરાબાદ મેદાનમાં ઉતરી શકે છે. છેલ્લે પાંચમાં નંબર પર મયંક અગ્રવાલનું નામ છે. આકાશ ચોપરાનું માનીએ તો તેને પણ 10 કરોડથી વધુ મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X