Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL Final : ધોની-પંડ્યા જ નહીં, આ બે અબજોપતિઓ વચ્ચે છે જંગ, જાણો કોણ છે બન્ને ટીમના માલિક?

અમદાવાદમાં પહેલા દિવસે વરસાદમાં ધોવાઈ ગયેલી આઈપીએલ 2023ની ફાઈનલ મેચ હવે સોમવારે રમાવા જઈ રહી છે. આજે બન્ને ટીમો ટાઈટલ માટે મેદાને ઉતરશે. અહીં ધોની-પંડ્યાની ટીમો સામસામે હશે પરંતુ ખરો જંગ બે અબજોપતિઓ વચ્ચે પણ છે.

સોમવારે મેદાન પર મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા આમને-સામને હશે તો મેદાન બહાર આ મેચના બહાને બે મોટા ઉદ્યોગપતિઓ એકબીજા સાથે ટકરાશે. બંને ટીમો વચ્ચે ટાઇટલ મેચની સાથે IPL 2023 ટ્રોફી માટે CSK અને GTના માલિકો વચ્ચે ટક્કર છે.

CSK vs GT

ચેન્નાઈ સુપર કિંગ્સની માલિકી ઈન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડ પાસે છે. 2008માં ઈન્ડિયા સિમેન્ટે ચેન્નાઈ સુપર કિંગ્સ ખરીદી હતી. ઈન્ડિયા સિમેન્ટ્સના એમડી એન શ્રીનિવાસન CSKના માલિક છે. શ્રીનિવાસન ઈન્ડિયા સિમેન્ટ્સના એમડી તેમજ આઈસીસીના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે. આ સિવાય તે બીસીસીઆઈના પૂર્વ એમડી પણ રહી ચૂક્યા છે.

2008માં એન શ્રીનિવાસને ચેન્નાઈ સુપર કિંગ્સ 910 મિલિયન ડોલરમાં ખરીદી હતી. નેટવર્થની વાત કરીએ તો 2022માં તેમની પાસે લગભગ 7.2 અબજ રૂપિયાની સંપત્તિ હતી. IPL ટીમના માલિક હોવાની સાથે તે ICC અને BCCI સાથે પણ જોડાયેલા છે. તેમને લઈને મોટો વિવાદ થયો હતો.

ગુજરાત ટાઇટન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ગુજરાતની ટીમ ચેન્નાઈ સામે ઓછી અનુભવી છે. જો કે તેના ખેલાડીઓમાં દમ છે. 2021માં ગુજરાત ટાઇટન્સ ટીમ બની છે 2022માં આઈપીએલ જીતી ચુકી છે.

ગુજરાતની ટીમની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સ પાસે છે. 1981 માં સ્થપાયેલી CVC કેપિટલ પાર્ટનર્સ રોકાણ, બેંકિંગ અને બ્રોકરેજ ફાઇનાન્સ કંપની છે. કંપનીનું મુખ્યાલય જર્સીમાં છે. કંપનીનું નેતૃત્વ સ્ટીવ કોલ્ટ્સ, ડોનાલ્ડ મેકેન્ઝી અને રોલી વેન રેપાર્ડ કરે છે. સીવીસીએ ગુજરાત ટાઇટન્સને 5625 કરોડ ખરીદી હતી. નેટવર્થની વાત કરીએ તો CVC કેપિટલ પાર્ટનર્સ પાસે 97 અબજ રૂપિયાની સંપત્તિ છે.

IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જંગ જોવા મળશે. અહીં મહેન્દ્ર સિંહ ધોની અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. રવિવારે વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. હવે આ મેચ સોમવારે રિઝર્વ ડે પર યોજાશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X