IPL Final : વરસાદ રોકાતા હવે બહુ જલ્દી શરૂ થશે મેચ
અમદાવાદથી આઈપીએલ ફેન્સ માટે સારા સમાચાર છે. અહીં વરસાદ રોકાયો છે. વરસાદ રોકાતા હવે ફરીથી મેચ શરૂ થશે. જણાવી દઈએ કે, એક દિવસ બરબાદ કર્યા બાદ વરસાદે ફરીથી એન્ટ્રી કરતા મેચ રોકવાની ફરજ પડી હતી.

વરસાદ રોકાતા હવે મેચ શરૂ કરવા માટે ગ્રાઉન્ડ સ્ટાફ તૈયારી કરી રહ્યો છે. જો વરસાદ ફરીથી એન્ટ્રી નહીં કરે તો બહુ જલ્દી ખેલાડીઓ ગ્રાઉન્ડ પર જોવા મળશે.
જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સની પહેલી ઈનિંગ્સ પુરી થઈ ગઈ છે અને ટીમે 20 ઓવરમાં 214 રન બનાવ્યા છે. ગુજરાત તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 96 રનની ઈનિંગ્સ રમી. આ સિવાય રિદ્ધિમાન સાહાએ પણ પોતાની અડધી સદી સાથે 54 રન બનાન્યા.
બીજી તરફ બેટીંગ માટે ઉતરેલી ચેન્નાઈની ટીમે 4 રન બનાવ્યા છે. અહીં સુધી મેચ રમાયા બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. હવે ફેન્સ વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
