IPL Mega Auction 2024: 13 વર્ષના વૈભવ સુર્યવંશીની કિસ્મત ખુલી ગઈ, રાજસ્થાને કરોડપતિ બનાવ્યો
IPL 2025 Mega Auction : આઈપીએલ મેગા ઓક્શનમાં 13 વર્ષના વૈભવ સુર્યવંશીની કિસ્મત ખુલી ગઈ છે. રાજસ્થાને તેને કરોડપતિ બનાવી દીધો છે.
આઈપીએલ ઇતિહાસના સૌથી નાના ખેલાડી વૈભવ સુર્યવંશીને રાજસ્થાન રોયલ્યે 1.10 કરોડ રૂપિયા ચુકવીને ટીમમાં સામેલ કર્યો છે.

જણાવી દઈએ કે, વૈભવ સુર્યવંશી ઓક્શનમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી છે. તે માત્ર 13 વર્ષનો છે અને નાની ઉંમરમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. વૈભવે અંડર 19 ટીમ ઈન્ડિયા માટે જોરદાર પ્રદર્શન કર્યું છે.
ઓક્શનમાં વૈભાવ માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન સાથે ટક્કર જોવા મળી. દિલ્હી કેપિટલ્સે વૈભવ પર પ્રથમ બોલી લગાવી પરંતુ 1 કરોડ રૂપિયા સુધી અટકી ગઈ.
રાજસ્થાને તેને 1.10 કરોડ રૂપિયા ચુકવીને ટીમમાં સામેલ કરી લીધો. જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીએ બેઝ પ્રાઈઝ માત્ર 30 કરોડ રૂપિયા રાખી હતી.
વૈભવ સુર્યવંશી મૂળ બિહારનો છે અને 2023માં રણજીમાં પદાર્પણ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચ 12 વર્ષ અને 284 દિવસની ઉંમરે રમી હતી. હવે તે આઈપીએલમાં માટે તૈયાર છે.
વૈભવે ભારતની અંડર 19 ટીમ માટે વિસ્ફોટક પ્રદર્શન કર્યું છે અને સદી ફટકારી હતી. વૈભવ ચેન્નાઈમાં અંડર 19 ઓસ્ટ્રેલિયન ટીમ સામે મેચ રમ્યો હતો. આમાં સદી ફટકારી હતી. વૈભવે માત્ર 62 બોલમાં 104 રન બનાવ્યા હતા.
જણાવી દઈએ કે, ઓક્શન પહેલાથી જ તમામ લોકોની નજર વૈભવ સુર્યવંશી પર હતી. તેની ઉમરને કારણે તે ચર્ચામાં આવ્યો હતો. હવે તે આઈપીએલમાં છક્કા-ચોક્કા ફટકારતો જોવા મળશે.












Click it and Unblock the Notifications
