IPL ફિક્સિંગ: સુનાવણીમાં ધોનીનું પણ ઊછળ્યું નામ

નવી દિલ્હી, 27 નવેમ્બર: મુગદલ કમિટિના અહેવાલ પર સુનાવણ કરતા સુપ્રીમ કોર્ટે એન શ્રીનિવાસન પાસેથી તેમની કંપની ઇન્ડિયા સીમેન્ટના બોર્ડના સભ્યોની જાણકારી મેળવી. કોર્ટે શ્રીનિવાસનને પૂછ્યું કે ચેન્નઇ સુપર કિંગ્સને કોણ કંટ્રોલ કરે છે. નોંધનીય છે કે સીએસકેની માલિકી ઇન્ડિયા સીમેન્ટ પાસે છે.

સુપ્રીમ કોર્ટમાં મુદગલ કમિટિના અહેવાલની સુનાવણીના સમયે ધોનીનું નામ પણ ઉછળ્યું. કોર્ટને અરજદારે જણાવ્યું કે મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયા સીમેન્ટમાં વાઇસ પ્રેસિડેંટ છે અને સીએસકે કપ્તાન પણ છે. તે જ નક્કી કરે છે કે ટીમ કેવી રીતે રમશે. કોર્ટે અરજદારના તે નિવેદન પર ગંભીર ચિંતા વ્યક્ત કરી.

supreme court
સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ આપ્યો કે બીસીસીઆઇની ચૂંટણી કરાવવામાં આવે અને જેમને મુગદલ કમિટિમાં દોષી ઠેરવામાં આવ્યા છે તેઓ ચૂંટણી ના લડે. કોર્ટે સલાહ આપી છે કે બોર્ડે નવા અધ્યક્ષ અને સભ્ય આઇપીએલ 6માં થયેલા ગોટાળાની તપાસ કરે. સર્વોચ્ચ ન્યાયાલયે જણાવ્યું કે બીસીસીઆઇના આ વિવિદને તુરંત ખત્મ કરે. આની પર બીસીસીઆઇએ જણાવ્યું કે એક કમીશન બને જે મુગદલ કમિટિમાં દોષી લોકોની સજા નક્કી કરે.

આની પહેલા સુપ્રીમ કોર્ટથી આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગની સુનાવણી દરમિયાન સખત ટિપ્પણી કરી. કોર્ટે બીસીસીસાઇને પૂછ્યું કે તેઓ ચેન્નાઇ સુપર કિંગ્સને અયોગ્ય કેમ નથી ઠેરવતી. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને જણાવ્યું કે જે તપાસ થઇ છે તેનાથી વધારે અને શું તપાસ જોઇએ. આપ ચેન્નાઇ સુપર કિંગ્સને બચાવવાનો પ્રયત્ન શા માટે કરી રહ્યા છો. કોર્ટે જણાવ્યું કે જો અમે આપને કહીશું કે દસ દિવસની અંદર નિર્ણય લો તો આપ શું કરશો.

dhoni
સુનાવણી દરમિયાન કોર્ટે શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મયપ્પન અને ચેન્નઇ સુપર કિંગ્સ પર પણ સવાલ ઊઠાવ્યા. શ્રીનિવાસને કોર્ટને જણાવ્યું કે મયપ્પન ઇન્ડિયા સીમેન્ટના કર્મચારી નથી અને તેમનો સીએસકે સાથે કોઇ લેવા-દેવા નથી. પરંતુ બીસીસીઆઇએ કોર્ટને જણાવ્યું કે તેઓ ટીમની સાથે હતા અને તેમને કાર્ડ પણ આપવામાં આવ્યું છે.

કોર્ટે પૂછ્યું કે ઇન્ડિયા સીમેન્ટે સીએસકેમાં 400 કરોડના રોકાણનો નિર્ણય કર્યો હતો, તે કોનાથી લીધું હતું. કોર્ટે એ પણ સવાલ કર્યો કે બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં કોણ કોણ છે તો કોર્ટે જણાવ્યું કે શ્રીનિવાસન અને તેમની પુત્રી બોર્ડમાં છે. આની પર કોર્ટે જણાવ્યું કે તેમને જણાવવામાં આવે કે માલિક કોણ છે. કોર્ટે આશંકા વ્યક્ત કરી કે એવું સંભવ છે કે કાગળ પર કોઇ બીજું માલિક હોય અને કોંટ્રોલ કોઇ બીજું કરતું હોય.

સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે કે મુગદલ કમિટિ રિપોર્ટમાં જેમના પણ નામ આવ્યા છે તેમને ટાળવા જોઇએ. કોર્ટે જણાવ્યું કે બીસીસીઆઇ નવી ચૂંટણી કરાવે અને નવું બોર્ડ બનાવે. સુપ્રીમ કોર્ટે મામલાની હવે પછીની સુનાવણી મંગળવાર સુધી સ્થગિત કરી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X