ઈરફાને પઠાણે અફઘાન ક્રિકેટરોને પાર્ટી આપી, પત્ની સફાનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો
અફઘાનિસ્તાન ટીમે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આજ કારણ છે કે તેને ભારતનમાં ભરપુર પ્યાર મળી રહ્યો છે. હાલમાં જ ભારતીય પુર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે અફઘાન ક્રિકેટરો માટે પાર્ટી રાખી હતી.
વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજો અફઘાન ટીમના વખાણ કરી રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ટીમના ફેન બન્યા છે. તેમણે રશીદ ખાન સાથે મેદાનમાં ભાંગડા કર્યા બાદ હવે પોતાના ઘરે ભાંગડા કર્યા હતા.

ઈરફાનની પાર્ટીમાં ફેમસ સિંગર અદનાન સામી અને ફેમસ એક્ટર સુનીલ શેટ્ટી પણ સામેલ થયા હતા. ઈરફાન પઠાણે ખુદ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ પાર્ટીમાં ઈરફાન પઠાણ અને અફઘાન ક્રિકેટરો વચ્ચે ઈરફાન પઠાણની પત્ની સફા પણ જોવા મળી હતી. અહીં તે બુરખા વગર જોવા મળી અને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
ઈરફાન પઠાણની પત્ની સફા મોટાભાગે બુરખામાં જ જોવા મળે છે ત્યારે હવે તે ગ્લેમરસ અંદાજમાં પાર્ટીમાં જોવા મળી છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ કારણે કેટલાક લોકો ઈરફાન પઠાણને ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ તસવીરોમાં ઈરફાન પઠાણ પત્ની સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. બંનેએ એક જ રંગના કપડાં પહેર્યા છે, વાયરલ તસવીરોમાં ઈરફાન તેની પત્નીના ગળામાં હાથ રાખીને જોવા મળી રહ્યો છે. લોકો આ કપલના દિલથી વખાણ કરી રહ્યા છે.
કેટલાક લોકો તેને પરફેક્ટ કપલ કહી રહ્યા છે. તો કેટલાક લોકોએ સફા ઈરફાન પઠાણને ખૂબ જ સુંદર ગણાવીને વખાણ કરી રહ્યા છે.
પાર્ટીમાં ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પણ જોવા મળ્યો છે. ઈરફાન અને હરભજન બંને ઘણા સારા મિત્રો છે. અદનાન સામીએ ઈરફાનની પાર્ટીની તસવીરો ટ્વીટ કરી છે.
A beautiful evening with the ‘gallant’ Afghan cricket team at @IrfanPathan ‘s home!
— Adnan Sami (@AdnanSamiLive) November 7, 2023
There were stories, love, laughter, Kebabs, ‘Shola’ & Qabuli Pulao in abundance!!
.#adnansami #cricket pic.twitter.com/R2cuEvlQAP
જણાવી દઈએ કે, ઈરફાન પઠાણે તેના કરતા દસ વર્ષ નાની છોકરી સફા સાથે લગ્ન કર્યા છે. ઈરફાને 2016માં મક્કામાં સાફા સાથે લગ્ન કર્યા હતા. સફાનો આખો પરિવાર દુબઈમાં રહે છે અને મુળ ભારતના હૈદરાબાદનો રહેવાસી છે.
સફા એક મોડલ હતી અને તેણે ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ અલ જુબેલમાં અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ તેણે મોડલિંગ છોડી દીધું અને હાલમાં બંને પોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે. બંનેએ પરિવારની ઈચ્છા મુજબ લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે.












Click it and Unblock the Notifications
