For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનના નાક પર બોલ વાગ્યો, મિયાંદાદે કહ્યું 'છોટુ તારી બોડી અહીંથી જશે'

|
Google Oneindia Gujarati News

sachin-kolkata
મુંબઇ, 12 નવેમ્બરઃ મેદાનની અંદર અને બહાર હંમેશા ભારત વિરુદ્ધ આક્રમક વલણ અપનાવનારા જાવેદ મિયાંદાદે સચિન તેંડુલકરને તેના પહેલા પ્રવાસ પર વકારની બોલ નાક પર વાગી અને લોહી નીકળ્યું ત્યારે સચિને તાણો મારતા કહ્યું હતું કે, ઓય છોટુ, તુ તો ગયા કામ સે, અબ યહાં સે તેરી બોડી જાયેગી.

હવે મિયાંદાદે સચિનના વિદાય સન્માન પર કહ્યું કે, સચિને બહુ પહેલા નિવૃત્તિ લેવાની જરૂર હતી, હવે તેના જવાથી ભારતને તેની ખોટ નહીં સાલે. મિયાંદાદે કહ્યું કે, જ્યારે હું નિવૃત્ત થયો હતો તો કોઇએ મને પૂછ્યું નહીં, કારણ કે અંતિમ કેટલીક મોચોમાં મારું પ્રદર્શન સારું નહોતું. આવું જ સચિન અંગે છેલ્લા બે વર્ષથી કહેવામાં આવી રહ્યું હતું કે સચિન તેંડુલકર નિવૃત્તિ લઇ લે.

જાવેદે કહ્યું કે, જ્યારે હું નિવૃત્ત થયો તો કોઇએ કંઇ જ સારું કહ્યું નહીં, મે ટેસ્ટ ક્રિકેટમાં 8 હજારથી વધારે રન બનાવ્યા હતા અને હું એક લિજેન્ડ હતો. સચિનની કિસ્મત સારી છે કે, તેના પ્રશંસકો, પ્રશાસન અને મીડિયાનું તેને સમર્થન મળી રહ્યું છે. ભારતમાં લોકો પોતાના હીરોનું સન્માન કરે છે, જ્યારે પાકિસ્તાનમાં તેવું નથી હોતું.

મિયાંદાદને જ્યારે અમ્પાયરે આઉટ આપ્યા હતા તો તે ગાળો બોલીને મેદાનની બહાર જતા હતા. એક વાર મિયાંદાદ, કપિલ દેવના બોલમાં એલબી આઉટ હતા, કપિલે અપિલ કરી તો મિયાંદાદે ગાળો બોલતા કહ્યું હતુ કે, શું તમે ભુલી ગયા કે તમે પાકિસ્તાનમાં રમી રહ્યા છો, અહીં એલબી-વૈલબી નથી હોતું.

English summary
Pakistani batting legend Javed Miandad said people will not miss Sachin Tendulkar because there are plenty of good youngsters India have.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X