For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાન ક્રિકેટર મહેલા જયવર્ધને વર્લ્ડકપ 2015 પછી લેશે સંન્યાસ

|
Google Oneindia Gujarati News

કોલંબો, 16 ડિસેમ્બર: દુનિયાના મહાન ક્રિકેટરોમાંના એક મહેલા જયવર્ધનેએ પણ ક્રિકેટજગતમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કરી લીધો છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2015 બાદ જયવર્ધને પણ વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. જયવર્ધનેએ આ અંગને જાણકારી પોતાના ટ્વિટર એકાઉંટ પર ટ્વિટ કરીને આપી. તેમણે ટ્વિટ કર્યું કે 'છેલ્લીવાર પોતાના મેદાન પર યુવકો સાથે પ્રેક્ટિસ કરવા જઇ રહ્યો છું...'

jayawardene
અત્રે નોંધનીય છે કે મંગવારે શ્રીલંકા અને ઇંગ્લેંડની વચ્ચે શ્રેણીની સાતમી અને છેલ્લી મેચ રમાવાની છે. આ શ્રીલંકાની જમીન પર તેમની છેલ્લી મેચ હશે. આ મેચ માટે અભ્યાસ સત્ર પહેલા જયવર્ધનેએ ટ્વિટ કર્યું. જોકે તેઓ વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડમાં વન-ડે સીરીઝનો ભાગ બની રહેશે. નોંધનીય છે કે ઓગષ્ટમાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે.

દુનિયાના બેમિસાલ ક્રિકેટરોમાંથી એક મહેલા જયવર્ધને પોતાના દેશ માટે ઘણી મેચ જીતાઉ પારીઓ ખેલી છે. તેમણે શ્રીલંકા માટે 149 ટેસ્ટ મેચોમાં 11,814 રન બનાવ્યા છે. ટેસ્ટ મેચોમાં તેમના નામે 34 સદીઓ અને 50 અર્ધસદીઓ નોંધાયેલી છે. જ્યારે 433 વનડે ઇંટરનેશનલ મેચોમાં તેમણે 33.29 એવરેજથી 12,219 રન બનાવ્યા, જેમાં 17 સદી અને 76 અર્ધસદીનો સમાવેશ થાય છે.

આવતા વર્ષે 14 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં જયવર્ધને સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક હશે. આ તેમનો પાંચમો વિશ્વકપ હશે. મહેલા જયવર્ધનેએ વર્ષ 1999માં પોતાનો પહેલો વર્લ્ડકપ રમ્યો હતો.

English summary
Jayawardene to bid final goodbye to home ODIs against England.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X