બીસીસીઆઈના સમાન વેતનના નિર્ણયને ઝુલન ગોસ્વામીએ દિવાળી ગિફ્ટ ગણાવી, જાણો શું કહ્યું?!
હાલમાં જ બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરોને પણ પુરૂષ ટિમ બરાબર જ વેતન આપવાની જાહેરાત કરાઈ છે. બીસીસીઆઈના આ નિર્ણયને ઝુલન ગોસ્વામીએ દિવાળી ગિફ્ટ ગણાવ્યો છે.
નવી દિલ્હી : હાલમાં જ બીસીસીઆઈએ મહિલા ક્રિકેટરોને પણ પુરૂષ ટિમ બરાબર જ વેતન આપવાની જાહેરાત કરાઈ છે. બીસીસીઆઈના આ નિર્ણયને ઝુલન ગોસ્વામીએ દિવાળી ગિફ્ટ ગણાવ્યો છે. ભારતીય મહિલા ટીમની અનુભવી ખેલાડી ઝુલન ગોસ્વામીએ બોર્ડના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. ઝુલન ગોસ્વામીએ કહ્યું કે, BCCIએ સમાન વેતનનો નિર્ણય લઈને મહિલા ટીમને દિવાળીની ભેટ આપી છે.

ઝુલન ગોસ્વામીએ કહ્યું છે કે, બોર્ડનો આ નિર્ણય સરાહનીય છે અને કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ દેશની મહિલા ક્રિકેટરોને ગર્વ લેવાનો મોકો મળશે. ઝુલને કહ્યું કે, મહિલા ટીમ માટે સમાન પગારનો નિર્ણય દિવાળી ગિફ્ટ છે. અમે કલ્પના પણ કરી શક્યા નહોતા કે આવી દિવાળી ગિફ્ટ આવશે. આ તમામ મહિલા ક્રિકેટરો માટે ગર્વની વાત છે. અહીં તમને જણાવી દઈએ કે ઝુલન ગોસ્વામી ભારતની સૌથી સફળ મહિલા ખેલાડી છે અને તેને હાલમાં જ નિવૃતિની જાહેરાત કરી છે.
બોલર ઝુલન ગોસ્વામીને શનિવારે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા મહિલા ક્રિકેટમાં તેની અનુકરણીય સેવા બદલ સન્માનિત કરવામાં આવી હતી. ઝુલન ગોસ્વામીએ આ સન્માન માટે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, CABનો ખૂબ ખૂબ આભાર. મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી તે દિવસથી જે રીતે CABએ મને ટેકો આપ્યો છે તે શાનદાર છે. આ દરમિયાન ઝુલન ગોસ્વામીને પૂછવામાં આવ્યું કે શું તે સૌરવ ગાંગુલીની જેમ વહીવટી પદ સંભાળશે? તો આના પર ઝુલન ગોસ્વામીએ કહ્યું કે તેણે હજુ સુધી આ અંગે કંઈ વિચાર્યું નથી.












Click it and Unblock the Notifications
