વિવાદોની સખી કે અઝહરની ખાસ જ્વાલા ગુટ્ટા?

બેંગ્લોર, 12 ઓક્ટોબરઃ જ્વાલા ગુટ્ટા ભારતની એક શ્રેષ્ઠ બેડમિંટન ખેલાડી છે, જેની કાબેલિયત પર કોઇને શંકા નથી. કોમનવેલ્થ ગેમમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારી યુગલ જોડીમાંની એક જ્વાલા ગુટ્ટા હાલના દિવસો પર ટીવી ચેનલ અને અખબારોની હેડલાઇન્સ બનેલી છે. જેનું કારણ છે, તેનો અને બેડમિંટન રાષ્ટ્રીય મહાસંઘનો ઝઘડો. જે બેડમિંટન કોર્ટથી બહાર નિકળીને હાઇ કોર્ટ સુધી પહોંચી ગયો છે.

જો કે, હાલ તો હાઇકોર્ટે જ્વાલાને રાહત આપી છે અને કોર્ટે ભારતીય બેડમિંટન સંઘને આદેશ આપ્યા છે કે, જ્વાલાને ત્યાં સુધી સ્પર્ધામાં ભાગ લેવાની પરવાનગી આપે, જ્યાં સુધી સંઘની અનુશાસન સમિતિ તેમના પર કોઇ અંતિમ નિર્ણય આપતી નથી. નોંધનીય છે કે, જ્વાલાએ કહ્યું છે કે, બોર્ડે તેના પર જાણી જોઇને પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે ખોટી વાતો પર મારી રોક-ટોક તેમને પસંદ નથી.

જ્વાલાએ પોતાના તીખા અંદાજમાં ઝી મીડિયાને કહ્યું કે, તેમણે પોતાની મહેનત અને ખેલથી દેશનું નામ ઉંચુ કર્યું છે, તેથી રાષ્ટ્રીય મહાસંઘ તેમની સલાહને અવગણી શકે નહીં.

સંઘ અને જ્વાલાની લડાઇ ક્યાં સુધી પહોંચશે તે અંગે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ જ્વાલા ગુટ્ટા સાથે પહેલી વાર આવું થઇ રહ્યું નથી. પોતાના ખેલ કરતા જ્વાલા પોતાના વિવાદોના કારણે વધારે ચર્ચામાં રહે છે.

ગત દિવસોમાં તેમણે આઇબીએલ હરાજી સામે પ્રશ્નાર્થ ખડો કરી દીધો હતો, જેના કારણે મામલો ગર્માયો હતો. સાયના નહેવાલ પર પણ તે અવાર નવાર કોઇને કોઇ ટીપ્પણી કરતી રહે છે, પરંતુ ખેલ જ નહીં પરંતુ તે વ્યક્તિગત જીવનના કારણે પણ ચર્ચામાં છે, તો ચાલો તેની સાથે જોડાયેલા વિવાદો અંગે આછેરી માહિતી મેળવીએ.

વિવાદ પાછળ અન્ય કોઇ વાત

વિવાદ પાછળ અન્ય કોઇ વાત

વાત વર્ષ 2011ની છે, જ્યારે જ્વાલા ગુટ્ટા અને તેમના પતિ બેડમિંટન ખેલાડી ચેતન આનંદના છૂટાછેડા થઇ ગયા હતા. બન્નેના છૂટાછેડાનું કારણ તેના એક્સ્ટ્રામેરટિયલ અફેર્સ હતા. કહેવામાં આવે છે કે, જ્વાલાના જીવનમાં કોઇ ત્રીજી વ્યક્તિ હતી, જેના કારણે ચેતને છૂટાછેડા લઇ લીધા.

અઝહરની નજીક, ચેતનથી દૂર

અઝહરની નજીક, ચેતનથી દૂર

વર્ષ 2005માં બન્નેએ પ્રેમ બાદ લગ્ન કરી લીધા હતા, પરંતુ કહેવામાં આવે છે, જ્વાલાની મિત્રતા ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દિન સાથે થવાના કારણે ચેતન અને જ્વાલાના સંબંધોમાં દરાર પડી ગઇ જે, છૂટાછેડા સુધી પહોંચી ગઇ હતી.

અઝહરે જ્વાલાને આપી બીએમડબલ્યુ

અઝહરે જ્વાલાને આપી બીએમડબલ્યુ

જોકે બાદમાં સાંભળવા મળ્યું હતું કે, જ્વાલાની નિકટતા અઝહર સાથે નહીં પરંતુ તેના પુત્ર સાથે હતી. તેમને જણાવી દઇએ કે અઝહરે જ્વાલાને એક બીએમડબલ્યુ ભેટમાં આપી હોતી. અઝહર અને અઝહરનો પુત્ર અવાર નવાર જ્વાલા સાથે જોવા મળતા હતા.

બીઆઇએ થયો નારાજ

બીઆઇએ થયો નારાજ

ત્યારબાદ જ્વાલા ત્યારે ચર્ચામાં આવી જ્યારે એવા સમાચાર આવ્યા કે તે ફિલ્મોમાં આવનારી છે. તમને જાણીને હેરાની થશે કે જ્વાલા ગુટ્ટા ટૂંક સમયમાં તેલગુ ફિલ્મ ગુંડે જારી ગાલાનથાયિંડેમાં આઇટમ સોંગ કરતી જોવા મળશે. જેને લઇને પણ એવું કહેવામાં આવ્યું છે કે, સંઘ, જ્વાલાની આ હરકતથી નારાજ છે, કારણ કે, જ્વાલાએ પરવાનગી લીધા વગર ફિલ્મ સાઇન કરી છે.

વિવાદોની સખી જ્વાલા

વિવાદોની સખી જ્વાલા

અનેક એવોર્ડ સમારોહમાં જ્વાલા ગુટ્ટાને સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા ક્રિકેટર શ્રીસંત સાથે ડાન્સ કરતી જોવાઇ હતી. શ્રીસંત અને જ્વાલાની મિત્રતા પણ અનેક સમાચારપત્રોની હેડલાઇન બની હતી. તેથી એવું કહેવામાં આવે કે વિવાદોની સખી છે જ્વાલા ગુટ્ટા તો એ ખોટુ નહીં કહેવાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X