કબડ્ડી વર્લ્ડ કપ 2016: ભારતે રચ્યો ઇતિહાસ, 38-29માં ઇરાનને હરાવ્યું

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા કબડ્ડી વર્લ્ડ કપ 2016ની ફાઇનલ મેચ આજે ભારતે ઇતિહાસ રચ્યો છે. આજે અમદાવાદમાં ભારત અને ઇરાન ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં ભારતે ઇરાનને 38-29થી હરાવ્યું છે. અને ઐતિહાસિક જીત મેળવી છે.

kabaddi world cup

ભારતીય ટીમે અદ્ઘભૂત રમત બતાવીને આ જીતને પોતાના નામે કરી છે. નોંધનીય છે કે મેચની શરૂઆતમાં ઇરાન ટોસ જીતી ગયું હતું પણ ધીરે ધીરે ભારતને પોતાની જીત મજબૂત કરી ઇરાનને હરાવી દીધુ હતું. નોંધનીય છે કે અત્યાર સુધીમાં ભારતે કબડ્ડીના તમામ વર્લ્ડ કપ પોતાના નામે કર્યા છે.

જે પણ પોતાનામાં એક ઇતિહાસ છે. તો બીજી તરફ રનર અપ ઇરાન પણ બે વાર રનર અપ બની જીતથી થોડે દૂર રહ્યું છે. વર્ષ 2004થી શરૂ કરવામાં આવેલ કબડ્ડી વિશ્વકપમાં અત્યાર સુધીમાં 6 હરિફાઇઓ થઇ છે. અને તમામ હરિફાઇમાં ભારત વિજેતા રહ્યું છે.

English summary
kabaddi world cup final between india iran gujarat ahmedabad
Please Wait while comments are loading...