કબડ્ડી વર્લ્ડકપ 2016: થાઇલેંડને હરાવીને ભારત ફાઇનલમાં, ફાઇનલમાં પહોંચાડનાર બે હીરો

Subscribe to Oneindia News

ભારતે ત્રીજી વાર કબડ્ડી વર્લ્ડકપના ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. શુક્રવારે રમાયેલ બીજી સેમીફાઇનલમાં ભારતે થાઇલેંડને 53 પૉઇંટથી હરાવી દીધુ હતુ.

kabaddi
 

ભારતે કબડ્ડી વર્લ્ડકપના બીજા સેમીફાઇનલના એકતરફી મુકાબલામાં થાઇલેંડને હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે 53 પૉઇંટના વિશાળ અંતરથી થાઇલેંડને સેમીફાઇનલથી બહારનો રસ્તો બતાડી દીધો હતો. ભારતને 72 પૉઇંટ મળ્યા જ્યારે થાઇલેંડ માત્ર 20 પૉઇંટ મેળવી શક્યુ. પહેલા હાફમાં ભારતે થાઇલેવ્ડ પર દબાણ બનાવી રાખ્યુ. ભારતે પહેલા હાફમાં 36-8 ની વધારો મેળવ્યો હતો. ભારત તરફથી પરદીપ નરવાલ અને અજય ઠાકુરે સુપર-10 મેળવ્યા હતા. ભારતે ટૉસ જીતીને કોર્ટ પસંદ કર્યુ હતુ. અમદાવાદમાં સ્ટેડિયમ ખચાખચ ભરેલુ હતુ.


ભારતને કબડ્ડી વર્લ્ડકપમાં પહોંચાડનારા 2 હીરો

ભારતની જીતમાં જે બે ખેલાડીઓએ સૌથી મહત્વની ભૂમિકા ભજવી તે છે પરદીપ નરવાલ અને અજય ઠાકુર. પરદીપ નરવાલ અને અજય ઠાકુર આ મેચમાં મજબૂતીથી રમતા રહ્યા અને બંનેએ સુપર 10 મેળવ્યા. ભારતનો ફાઇનલ મુકાબલો આજે ઇરાન સાથે થશે. ઇરાને પહેલા સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યુ હતુ.

English summary
kabaddi worldcup semifinal: these are two heroes of indian win.
Please Wait while comments are loading...