કબડ્ડી વિશ્વકપ 2016 : ભારતે ઇગ્લેંડને પછાડી સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ

Subscribe to Oneindia News

ભારતે મંગળવારે થયેલા વિશ્વકપ 2016 ના એક મહત્વના મુકાબલામાં ઇગ્લેંડની ટીમને આસાન મુકાબલામાં હરાવી ટુર્નામેંટની સેમીફાઇનલમાં પોતાની જીત નિશ્ચિત કરી લીધી છે. ગ્રુપ એ ની છેલ્લી મેચમાં ભારતે ઇગ્લેંડને 69-18 પોઇંટથી હરાવી સેમીફાઇનલમાં પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. આખી મેચમાં શરુઆતથી અંત સુધી ભારતની પકડ મજબૂત રહી હતી. કબડ્ડી વિશ્વકપના સેમીફાઇનલ મુકાબલામાં હવે ભારતની સામે ઇરાન કે થાઇલેંડ હશે.

kabaddi 1

બુધવારે લીગ મુકાબલાની છેલ્લી મેચ રમાશે અને તેમાં નક્કી થશે કે ગ્રુપ બી માંથી ઇરાન ઉપરાંત કઇ ટીમ સેમી ફાઇનલ માટે ક્વોલિફાય થવામાં સફળ રહેશે. ભારતે 2004 અને 2009 કબડ્ડી વિશ્વકપ ખિતાબ જીત્યા બાદ આ વર્ષે ખિતાબની દાવેદારી માટે આગેકૂચ કરી દીધી છે.

kabaddi 2

ઇગ્લેંડની ટીમ ભારત સામે એટલી નિર્બળ પુરવાર થઇ કે તે 20 પૉઇંટ પણ મેળવી શકી નહિ અને તેણે 51 પૉઇંટના વિશાળ અંતરથી મેચ હારવી પડી. ભારત તરફથી પરદીપ નરવાલે સુપર 10 સાથે 11 પૉઇંટ મેળવ્યા.

આ બંને ઉપરાંત સુરજીતે ટેકલમાં હાઇ 5 મેળવીને 6 પૉઇંટ મેળવ્યા. નીતિન તોમરે 7 અને રાહુલ ચૌધરીએ 5 પૉઇંટ ભારતની ઝોળીમાં નાખ્યા. સુરેન્દર નાડાએ કુલ 3 પૉઇંટ મેળવવામાં સફળતા મેળવી.


અમેરિકાને હરાવી કેન્યા સેમીફાઇનલમાં

આ તરફ કેન્યા અને અમેરિકા વચ્ચે રમાયેલી કબડ્ડી મેચમાં કેન્યાએ અમેરિકાને પછાડી દીધુ હતુ. પોતાના છેલ્લા મુકાબલામાં કેન્યાએ અમેરિકાને 74-19 ના મોટા અંતરથી હરાવી દીધુ. આ જીત સાથે કેન્યાની સેમીફાઇનલમાં પહોંચવાની આશા સફળ થઇ છે.

kabaddi 3

બુધવારે થનાર મેચમાં જો જાપાન પોતાની વિરોધી ટીમ થાઇલેંડને 7 કે તેનાથી વધુ પૉઇંટથી હરાવે તો કેન્યાને સેમીફાઇનલમાં રમવાનો અવસર મળશે. જાપાનની આ જીત સાથે તેના 16 પૉઇંટ થશે અને કેન્યાના પણ 16 પૉઇંન્ટ થશે. એવામાં બંનેના પૉઇંટ તો સરખા થઇ જશે પરંતુ કેન્યા જાપાનને લીગ મુકાબલામાં આ પહેલા હરાવી ચૂક્યુ છે, આ આધાર પર તે સેમીફાઇનલમાં પહોંચી જશે. અંતિમ ચારમાં તેનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થઇ શકે છે, જે ગ્રુપ એ માં પહેલા સ્થાન પર છે.

kabaddi 4

કેન્યાના ખેલાડીઓએ અમેરિકી ટીમને શરુઆતથી જ પ્રેશરમાં લાવી દીધી હતી. બીજા હાફમાં કેન્યાએ કુલ 36 પૉઇંટ મેળવી લીધા. કેન્યાના કૅપ્ટન ડેવિડ મોસામબાઇ અને ડિફેંડર ફેલિક્સ ઓપાન સારુ રમ્યા. બંનેએ કુલ 23 પૉઇંટ મેળવ્યા.

English summary
Kabadi Worldcup 2016 update: india beats england by 69-18 and enters into semifinals.
Please Wait while comments are loading...