For Daily Alerts
ક્રિઝ પર એવું શું થયું કે કાલિસે માંગવી પડી પઠાણની માફી!
કોલકાતા, 4 મે: હાલની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે ઇડન ગાર્ડન્સ સ્ડેડિયમમાં શુક્રવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠી સિઝનની 47મી અને પોતાના 11માં મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી માત આપી દીધી. કોલકાતાએ સરળતાથી રાજસ્થાનને માત આપી દીધી પરંતુ ક્રિઝ પર એવી ઘટના ઘટી ગઇ કે કાલિસે પોતાની સામે રમી રહેલા યુસુફ પઠાણની માફી માગવી પડી.
વાત જાણે એમ છે કે કેકેઆર મુકાબલામાં જીતની નજીક જ હતું. રાજસ્થાન તરફથી મેળવેલ 133 રનના લક્ષ્યને આંબવા માટે મેદાને ઉતર્યું. પરંતુ કપ્તાન ગૌતમ ગંભીર 5.3 ઓવરમાં 12 રન બનાવી પેવેલિયનભેગા થઇ ગયા. ત્યારબાદ બિસલા 29 રન બનાવી 7.1 ઓવરમાં અંકિત ચવનની ઓવરમાં રેહાણેના હાથે કેચ આઉટ થઇ ગયો. ત્યારબાદ કાલિસ અને યુસુફ પઠાણની જુલબંદી ટીમને જીત તરફ લઇ ગઇ.
જેમાં 17મી ઓવરની શરૂઆતમાં કોલકાતાને 18 બોલમાં 4 રનની જરૂરિયાત હતી અને કાલિસ 29 રન સાથે અને સામે યુસુફ પઠાણ 49 રન સાથે ક્રિઝ પર હતા. રાજસ્થાન તરફથી બ્રેડ હોગ્ગ બોલિંગ કરી રહ્યો હતો. તેણે પ્રથમ બોલ ખાલી કાઢ્યો પરંતુ બીજો બોલ ફૂલ ટોસ આપતા કાલિસે સ્ટ્રેટમાં બાઉન્ડ્રી પાર કરાવી દીધો અને ચાર રને કેકેઆરનો વિજય થઇ ગયો. આની સાથે કાલિસે અફસોસ વ્યક્ત કર્યો કે તેણે પઠાણની અર્ધસદી પૂરી થવા ના દીધી.
IPL-6: નાઇટ રાઇડર્સે રાજસ્થાનને 8 વિકેટથી આપી માત, તસવીરો