KKR vs DC: કોલકાતાનો ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય, આવી છે બન્ને ટીમોની પ્લેઈંગ ઈલેવન!
મુંબઈ, 10 એપ્રિલ : IPL 2022 ની 19 નંબરની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ સામસામે છે. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર રિષભ પંતની ટીમ સામે પ્રથમ વખત ટકરાશે. શ્રેયસ અય્યરને મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો હતો અને તે આ સિઝનમાં KKRના કેપ્ટન તરીકે ચાલુ છે. શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. KKRની ટીમ અત્યાર સુધી 4 માંથી 3 મેચ જીત્યા બાદ ખૂબ જ સારી સ્થિતિમાં છે અને તેણે છેલ્લી મેચમાં રમી રહેલી પોતાની ટીમને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.
બીજી તરફ દિલ્હી કેપિટલ્સ ટીમે એક માત્ર ફેરફાર કર્યો છે જે એનરિક નોકિયાના સ્થાને ખલીલ અહેમદની વાપસી છે. ટોસ જીત્યા બાદ અય્યરે કહ્યું હતું કે પિચ ખૂબ જ સખત લાગે છે, ત્યાં થોડું ઘાસ છે અને બીજી બેટિંગ દરમિયાન તે વધુ હશે પણ સારું થવું જોઈએ. ખેલાડીઓએ સાતત્ય બતાવતા શાનદાર રમત રમી છે.
પંત પણ ખુશ દેખાયો કેમ કે દિવસની મેચમાં ઝાકળની અસર જોવા નહીં મળે. તેણે કહ્યું કે આ વિકેટ પર પહેલા બેટિંગ કરવાથી એટલું ખરાબ નથી લાગતું. પંતે છેલ્લી મેચમાં દિલ્હીની હાર પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે ભૂલોમાંથી શીખવુ જોઈએ.
દિલ્હી કેપિટલ્સ (પ્લેઈંગ ઈલેવન) : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, રિષભ પંત (w/c), રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, ખલીલ અહેમદ
કોલકાતા નાઈટ રાઈડર્સ (પ્લેઈંગ ઈલેવન) : અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (C), સેમ બિલિંગ્સ (W), નીતિશ રાણા, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, ઉમેશ યાદવ, રસિક સલામ, વરુણ ચક્રવર્તી