KKR vs RCB : કોહલીની અડધી સદી એળે ગઈ, બેંગ્લોરની 21 રને હાર
બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલા કોલકત્તા અને બેંગ્લોર વચ્ચે રમાયેલા આઈપીએલના મુકાબલામાં બેંગ્લોરની હાર થઈ છે. પહેલા બેટિંગ કરતા કોલકત્તાએ 200 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગ્સમાં રન બનાવવા ઉતરેલી કોહલી એન્ડ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન જ બનાવી શકી.
કોલકત્તાએ બેંગ્લોરને હરાવીને તેની ત્રીજી જીત મેળવી છે. અહીં સૌથી મોટી વાત એ છે કે ત્રણમાંથી બે જીત બેંગલોર સામે મેળવી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. 201ના ટાર્ગેટના જવાબમાં બેંગ્લોરની ટીમ 179 રન જ બનાવી શકી હતી.

RCB તરફથી કોહલીએ સૌથી વધુ 54 રન બનાવ્યા. આરસીબીના બેટ્સમેન કેકેઆરના સ્પિનરો સામે લાચાર જોવા મળ્યા હતા, કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ ત્રણ અને યુવા ખેલાડી સુયશ શર્માએ બે વિકેટ ઝડપી.
કોલકત્તાની બેટિંગની વાત કરીએ તો પહેલી ઈનિંગ્સમાં શરૂઆત સારી રહી હતી. ઓપનર બેટ્સમેન જગદીશન અને જેસન રોયે ધમાકેદાર બેટિંગથી ટીમને સારી શરૂઆત અપાવી હતી. ત્યારબાદ બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 83 રનની શાનદાર ભાગીદારી નોંધાવી.
જેસન રોય 29 બોલમાં 56 રનના સ્કોર પર આઉટ થયો હતો અને જગદીશને 27 રનની ઇનિંગ રમી. ત્યારબાદ કેપ્ટન નીતિશ રાણા અને વેંકટેશ અય્યરે પણ તોફાની બેટિંગ કરી.
નીતિશ રાણાએ 21 બોલનો સામનો કર્યો અને 48 રન બનાવીને આઉટ થયો. તેના પછી વેંકટેશ અય્યર પણ 31 રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લે છેલ્લે રિંકુ સિંહે પણ શાનદાર 18 રન ફટકારી ટીમને 200 સુધી પહોંચાડી દીધી હતી.












Click it and Unblock the Notifications
