ટી-20 બાદ RCB ના કેપ્ટન પદેથી પણ કોહલીએ રાજીનામું આપવાની જાહેરાત કરી!

વિરાટ કોહલી સતત ચર્ચામાં છે ત્યારે હવે આરસીબીના કેપ્ટન પદેથી ખસી જવાની તેની જાહેરાતે સૌને ચૌકાવ્યા છે. વિરાટ કોહલીના આ નિર્ણય બાબતે રોયલ ચેલેન્જર બેંગ્લોરના ઓફિસિલ ટ્વિટ પેજ પર એક ટ્વિટ કરાયું હતું.

ભારતીય ક્રિકેટમાં સતત ઉથલપાથલના સમાચાર આવી રહ્યાં છે. ટી-20 ક્રિકેટમાં કપ્તાની છોડ્યા બાદ વિરાટ કોહલી સતત ચર્ચામાં છે. હવે કોહલીએ ફરી એક વખત સૌને ચૌકાવ્યા છે. મળતી વિગતો અનુસાર કોહલીએ હવે આરસીબીના કેપ્ટન પદેથી ખસી જવાની જાહેરાત કરી છે.

VIRAT KOHLI

વિરાટ કોહલી સતત ચર્ચામાં છે ત્યારે હવે આરસીબીના કેપ્ટન પદેથી ખસી જવાની તેની જાહેરાતે સૌને ચૌકાવ્યા છે. વિરાટ કોહલીના આ નિર્ણય બાબતે રોયલ ચેલેન્જર બેંગ્લોરના ઓફિસિલ ટ્વિટ પેજ પર એક ટ્વિટ કરાયું હતું. આ ટ્વિટમાં કોહલીના નામે જણાવાયુ કે, RCB ના કેપ્ટન તરીકે આ મારી છેલ્લી IPL હશે. હું છેલ્લી આઈપીએલ રમીશ ત્યાં સુધી આરસીબીનો ખેલાડી બની રહીશ. મારા પર વિશ્વાસ કરવા અને મને ટેકો આપવા માટે હું તમામ RCB ચાહકોનો આભાર માનું છું.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપ બાદ ભારતની ટી-20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. હવે આ સમાચાર આવી રહ્યા છે ત્યારે એ પણ અટકળો લાગી રહી છે કે આગામી સમયમાં કોહલી આરસીબીને પણ અલવિદા કહી શકે છે. જો કે કોહલી આગળ શું નિર્ણય લેશે તે તો સમય જ બતાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X