કલકત્તામાં હાર માટે બેટ્સમેનો જવાબદાર છે: ધોની

ભારતીય ટીમે ગત બે ટેસ્ટ મેચોમાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી અને જો કે હાલમાં તેની નજર 13 ડિસેમ્બરે નાગપુરમાં યોજાંરી ચોથી અને અંતિમ ટેસ્ટમાં જીત મેળવી આ શૃંખલામાં બરાબરી મેળવી લેવા આતુર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ પુરસ્કાર વિતરણ દરમિયાન કહ્યું હતું કે અમારા બેટ્સમેનો વધારે રન બનાવવા પડશે. અમે સતત 300 રનથી વધારેનો સ્કોર ઉભો કર્યો છે. આ વિકેટ પર અમે 450 કે તેથી વધુ રન બનાવવા માંગતા હતા. જે બેટ્સમેનોએ સારી શરૂઆત કરી તેવો તેનો મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યાં છે.
ભારતીય ટીમ બીજા દાવમાં ફક્ત 247 રન બનાવી શકી હતી જેથી ઇગ્લેંડને 41 રનનો ટાર્ગેટ મળ્યો. આ અંગે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે બીજા દાવમાં અમારા બેસ્ટમેનો ધ્વસ્ત થઇ ગયા હતા. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તેમની ટીમ નાગપુરમાં ચોથી ટેસ્ટમાં મજબૂત વાપસી કરશે. અમારે નાગપુરમાં સારું પ્રદર્શન કરવું પડશે. બધાએ જવાબદારી ઉપાડવાની જરૂર છે. તેમની બોલીંગ અને ફિલ્ડિંગ સારી હતી. તે સારી બેટીંગ કરશે પણ અમારે જવાબ આપવો પડશે.












Click it and Unblock the Notifications
