IPL 6: ચેન્નાઇની મેચોથી દૂર રહેશે શ્રીલંકન ખેલાડી?

અહેવાલો અનુસાર બીસીસીઆઇ એ વાત પર વિચાર કરી રહ્યાં છે કે આઇપીએલ ટીમો શ્રીલંકન ખેલાડીઓને આ મેચોથી દૂર રાખે.
નવથી આઠ ટીમો પાસે શ્રીલંકનના નામી ખેલાડીઓ છે. આઇપીએલની ત્રણ વાર વિજેતા રહેલા ચેન્નાઇ સુપરકિંગ્સ ટીમ પાસે શ્રીલંકન ખેલાડી છે અને આ ખેલાડીઓની ઉપસ્થિતિમાં ચેન્નાઇમાં મેચ યોજવી મુશ્કેલી સર્જી શકે છે.
એટલું જ નહીં ચેન્નાઇમાં 10 મેચ રમાનારી છે. તેમાં ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાના મુખ્ય શ્રીલંકન ખેલાડીઓની અનઉપસ્થિતિમાં કેટલીક મેચો રમવી પડે તેવી શક્યતાઓ છે. આઇપીએલમાં છઠ્ઠા સંસ્કરણની શરૂઆત ત્રણ એપ્રિલે થનારી છે.
શ્રીલંકન ક્રિકેટ ખેલાડીઓના સંઘને આઇસીસીના છઠ્ઠા સત્ર દરમિયાન પોતાના ખેલાડીઓની સુરક્ષાની સમીક્ષા કરવા કહ્યું છે.
તામિળનાડુમાં શ્રીલંકન નાગરીકો પર થયેલા હુમલાને ધ્યાનમા રાખીને સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એસએલસીપીએના અધ્યક્ષ કેન ડે એલ્વિસે કહ્યું કે ફિકાને પત્ર મોકલવામાં આવ્યો છે અને તેમના જવાબની રાહ જોઇ રહ્યાં છે.
કુમાર સંગાકારા, મહિલા જયવર્દને અને લસિથ મલિંગા સહિત 11 શ્રીલકંન ખેલાડી આઇપીએલનો હિસ્સો છે. કેટલાક તો ચેન્નાઇ સુપર કિંગ્સમાં છે, જ્યાં શ્રીલંકન ખેલાડીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા છે.












Click it and Unblock the Notifications
