અઝરૂદ્દીન પર બેન લગાવવાનો નિર્ણય ખોટો: આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ

કોર્ટે પોતાના આદેશમાં બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કહ્યું હતું કે મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાના મુદ્દે મનાઇ ફરમાવી હતી જે બિલ્કુલ ખોટી છે. આ નિર્ણય એક તરફ મોહંમદ અઝરૂદીન માટે રાહત ભર્યા સમાચાર છે તો બીજી તરફ બીસીઆઇને માટે ઝટકો છે. મેચ ફિક્સિંગમાં મોહંમદ અઝરૂદીન કથિત રીતે સામેલ હોવાના આરોપોને ધ્યાનમાં રાખતાં બીસીઆઇએ થોડા વર્ષો પહેલાં મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાની મનાઇ ફરમાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અઝરૂદ્દીન મેચ ફિક્સિંગને આરોપોને હંમેશા નકારતાં આવ્યાં છે અને થોડા દિવસો પહેલાં તેમને ઘરેલૂ ક્રિકેટ મેચ રમાવા અંગેની બીસીસીઆઇએ પરવાનગી આપી હતી.












Click it and Unblock the Notifications
