For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16 મહિના ને 16 ટેસ્ટ બાદ ખત્મ થયો રહાણેનો ઇંતેજાર

By Super
|
Google Oneindia Gujarati News

Ajinkya-Rahane
નવી દિલ્હી, 22 માર્ચઃ ઓસ્ટ્રેલિયન ટીમ વિરુદ્ધ દિલ્હીમાં શુક્રવારે શરૂ થયેલી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરનારા અજિંક્ય રહાણેને 16 મહિના અને 16 ટેસ્ટ મેચોના ઇંતેજાર બાદ આ તક મળી છે.

અજિંક્યને સૌથી પહેલા નવેમ્બર, 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ઘરેલુ શ્રેણી માટે ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો અને તેને આશા હતી કે તેને ઝડપથી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ કરવાની તક મળશે, પરંતુ મુંબઇના આ બેટ્સમેનને 16 ટેસ્ટ મેચો સુધી રાહ જોવી પડી અને ફિરોજશાહ કોટલા મેદાન પર તેનો આ ઇંતેજાર ખત્મ થયો.

ગત 16 મહિનાઓમાં રહાણે હંમેશા ટીમ ઇન્ડિયામાં પસંદગી પામ્યો, પરંતુ અતિંમ ઇલેવનમાં સ્થાન બનાવી શક્યો નહોતો. આ દરમિયાન ટીમ સાથે એક પર્યટક બની રહ્યો અને તેણે માત્ર મેદાનમાં પાણી આપવાની ભૂમિકા જ નિભાવી. આજે અજિંક્ય રહાણે ભારત તરફથી ટેસ્ટ મેચ રમનારો 278મો ખેલાડી બની ગયો છે.

ગત છ વર્ષમાં તે મુંબઇનો પહેલો ખેલાડી છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાર્પણ કર્યું. આ પહેલા ટેસ્ટ ટીમમાં પર્દાર્પણ કરનાર મુંબઇનો છેલ્લો ખેલાડી રમેશ પોવાર હતો, જેણે વર્ષ 2007માં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. આ તથ્ય એટલા માટે મહત્વપૂર્ણ છે કે ક્યારેક ભારતીય ક્રિકેટમાં મુંબઇનો દબદબો રહેતો હતો.

રહાણેએ ગુરુવારે જે રીતે નેટ્સ પર આકરો અભ્યાસ કર્યો હતો, તેનાથી લાગી રહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે તેના લાંબા ઇંતેજારને ખત્મ કરી નાંખશે. મોહાલીમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં પર્દાર્પણ કરનારો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થોય હતો અને તેથી ટીમમાં ઓપનિંગ બેટ્સમેનનું સ્થાન ખાલી પડ્યું હતું, પરંતુ એ પણ મહત્વપૂર્ણ છે કે મુંબઇ તરફથી ઇનિંગની શરૂઆત કરી ચૂકેલો રહાણે ભારતીય ટીમમાં સંભવતઃ મધ્યક્રમમાં બેટિંગ કરશે.

રહાણેએ પોતાની છેલ્લી મેચ ઇરાની ટ્રોફી દરમિયાનુ મુંબઇ તરફથી રેસ્ટ ભારત સામે રમી હતી, જેમાં તેણે 83 અને 25 રન બનાવ્યા હતા. તેણએ અત્યાર સુધી 60 પ્રથમ શ્રેણીમાં 62.04ની શાનદાર એવરેજથી 5,460 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 22 અડધીસદી છે.

English summary
A 16 month long wait finally came to an end for Mumbai batsman Ajinkya Rahane who was handed his India Test cap by Harbhajan Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X