For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેચ ફિક્સિંગ : અમ્પાયરને લાખો રૂપિયાની ઓફર થઇ હતી

|
Google Oneindia Gujarati News

john-holder
નવી દિલ્હી, 27 મે : પૂર્વ ટેસ્ટ અમ્પાયર જોન હોલ્ડરે જણાવ્યું છે કે તેમને એક આંતરરાષ્ટ્રીય મેચના પરિણામને બદલવા માટે લાખો રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી હતી. હોલ્ડરનું કહેવું છે કે આ ઓફર તેમને વર્ષ 1993માં શારજાહમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે યોજાયેલી એક દિવસની મેચ માટે કરવામાં આવી હતી.

જો કે 11 ટેસ્ટ મેચો માટે અમ્પાયરિંગ કરી ચૂકેલા જોન હોલ્ડરે 10 હજાર પાઉન્ડ એટલે કે રૂપિયા 8 લાખ 40 હજાર રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી હતી. 68 વર્ષીય હોલ્ડરે બીબીસીના એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે "જો શ્રીલંકાના ખેલાડીઓને 85 રનની ભાગીદારી બનાવવા દઉં તો તેઓ મને રૂપિયા 10,000 પાઉન્ડ આપવાના હતા. મેં તેમને જવાબ આપ્યો હતો કે તમે ખોટી વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો."

પૂર્વ અમ્પાયર જોન હોલ્ડરનો આ ઘટસ્ફોટ એવા સમયે આવ્યો છે જ્યારે ભારતમાં આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં સ્પોટ ફિક્સિંગની તપાસ ચાલી રહી છે. ગયા સપ્તાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી દૂર કર્યા હતા. અસદ રઉફ ઉપર આઇપીએલની એ મેચમાં અમ્પાયર હતા જે મેચમાં શ્રીસંત, અજીત ચંડિલા અને અંકિત ચૌહાણને સ્પોટ ફિક્સિંગના આરોપોમાં પકડવામાં આવ્યા હતા.

English summary
Match Fixing : Millions rupees was offered to umpire
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X