For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારે થોડોક સમય વધુ મેદાન પર રહેવાની જરૂર હતીઃ ધોની

By Super
|
Google Oneindia Gujarati News

dhoni
રાજકોટ, 12 જાન્યુઆરીઃ ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામે મળેલા નવ રનના પરાજય બાદ કહ્યું છે કે તેમણે વિકેટ પર વધુ સમય રોકાવાની જરૂર હતી, પરંતુ સુરેશ રૈના અને તેની વિકેટ પડ્યાં બાદ ભારતના હાથમાંથી વિજયી બાજી સરકી ગઇ હતી.

ધોનીએ મેચ બાદ કહ્યું કે 326 રનનું લક્ષ્ય નિશ્ચિત રીતે મુશ્કેલ હતું, પરંતુ જે રીતે અમારા બેટ્સમેનોએ બેટિંગ કરી અને આઉટ ફિલ્ડની ઝડપથી ઇંગ્લેન્ડનો સ્કોર 280 કે 290 જણાઇ રહ્યો હતો. અમે આ સ્કોર સુધી પહોંચી શક્યા હોત પરંતુ રૈના અને મારી વિકેટ પડ્યા બાદ પરિસ્થિતિઓ મુશ્કેલ થઇ ગઇ હતી.

ભારતીય સુકાનીએ કહ્યું કે મને લાગે છે કે હું અને રૈના વિકેટ પર રહ્યાં હોત તો અમે આ લક્ષ્યને હાંસલ કરી લીધો હોત. અમે બન્ને ક્રીઝ પર રહ્યા હોત તો અમારી પાસે તક હતી. પરંતુ અમે બન્ને આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજા પણ આઉટ થતા પરિસ્થિતિ બગડી ગઇ હતી.

ધોનીએ સાથે જ કહ્યું કે અમને સારી શરૂઆત મળી પરંતુ એક બેટ્સમેને એક છેડે ટકીને મોટી ઇનિંગ રમવાની જરૂર હતી અને બાકીના બેટ્સમેન તેમને સહયોગ કરત. અમારા ઘણા બેટ્સમેનોએ સારી શરૂઆતને એક મોટી ઇનિંગમાં બદલી શક્યા નહીં. પરંતુ અમે આ મેચમાંથી બોધપાઠ લઇશું અને આગામી મેચમાં સારું પ્રદર્શન કરીશું.

સુકાનીએ કહ્યું કે ઇંગ્લેન્ડ જે રીતે બેટિંગ કરી રહ્યું હતુ, તેનાથી એક સમયે લાગી રહ્યું હતું કે તે 340થી વધારે રન બનાવી શકે છે પરંતુ વચ્ચેની ઓવરમાં જાડેજા અને રૈનાએ ઘણી સારી બોલિંગકરીને ઇંગ્લેન્ડ બેટ્સમેનોને અંકુશમાં રાખ્યા. અમારા માટે છેલ્લી કેટલીક ઓવર સારી નહોતી જેમાં વધારે રન થયા. ભારતીય બોલર્સ માટે ધોનીએ કહ્યું કે તેમને સ્લાગ ઓવર્સમાં યોર્કર નાંખતા શિખવું જોઇએ. જો કે, આ નવા બોલર છે અને તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો વધારે અનુભવ નથી. સમય સાથે તે સ્લાગ ઓવર્સમાં શ્રેષ્ઠ બોલિંગ કરતા શીખી જશે.

English summary
Captain Dhoni on Friday said India could have chased down the stiff 326-run target set by England, had he and Suresh Raina stayed till the end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X