For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી ફીફા સેમીફાઇનલઃ ટોપ પાંચ યાદગાર મેચો

|
Google Oneindia Gujarati News

આજથી ફીફા વિશ્વકપમાં સેમીફાઇનલ મેચોનો આગાઝ થઇ રહ્યો છે. બ્રાઝીલ અને જર્મની વચ્ચે પહેલી સેમીફાઇનલ રમાનારી છે. જેમાં ઓવરઓલ નજર ફેરવવામાં આવે તો બ્રાઝીલનું પલડું જર્મની સામે ભારે જણાઇ રહ્યું છે, પરંતુ જર્મની પણ પોતાના ઉત્કૃષ્ઠ પ્રદર્શન થકી બ્રાઝીલને પરાજયના દ્વાર દર્શાવી શકે છે. ભારત સહિત વિશ્વ ભરમાં બ્રાઝીલ અને જર્મની વચ્ચેની મેચને લઇને ઉત્સુકતા છે. ત્યારે ચોક્કસપણે કેટલીક એવી મેચો અંગે પણ ઉલ્લેખ અને ચર્ચા થવી જરૂરી છે. જે મેચોએ ફૂટબોલના ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવી નાંખ્યું છે.

આ પણ વાંચોઃ- ચાલું મેચે આ શું કરી બેઠા ફીફાના દર્શકો?
આ પણ વાંચોઃ- ફીફા વિશ્વકપના ઇતિહાસમાં પહેલીવાર ઘટી આ ઘટના

આજે અમે અહીં એવી પાંચ યાદગાર વિશ્વકપ સેમી ફાઇનલ અંગે જણાવી રહ્યાં છીએ, જે જેતે સમયે રમાયેલા ફીફા વિશ્વકપમાં રસાકસી, વિવાદ અને શાનદાર પ્રદર્શનના કારણે કાયમ માટે એક અવિસ્મરણિય યાદ બનીને રહી ગઇ છે. તો ચાલો તસવીરો થકી આ મેચો પર નજર ફેરવીએ.

ફ્રાન્સ વિ. ક્રોએશિયા(1998)

ફ્રાન્સ વિ. ક્રોએશિયા(1998)

પેરિસમાં 8 જુલાઇ 1998ના રોજ રમાયેલી ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચેની મેચને ક્રોએશિયા માટે ઘણી જ ખાસ હતી કારણ કે એક આઝાદ રાષ્ટ્ર તરીકે તે પહેલીવાર આ પ્રકારે રમી રહ્યું હતું. જોકે મેચમાં ફ્રાન્સનો ક્રોએશિયા સામે વિજય થયો હતો. આ મેચમાં ફ્રાન્સે 2 જ્યારે ક્રોએશિયાએ એક ગોલ ફટકાર્યો હતો.

ઇટલી વિ. વેસ્ટ જર્મની(1970)

ઇટલી વિ. વેસ્ટ જર્મની(1970)

17 જૂન 1970ના રોજ મેક્સિકો સિટીમાં રમાયેલી ઇટલી અને વેસ્ટ જર્મની વચ્ચેની સેમીફાઇનલ મેચ કાયમ માટે વિશ્વકપના ઇતિહાસમાં યાદગાર બની ગઇ છે. આ મેચમાં વેસ્ટ જર્મની અને ઇટલી વચ્ચે જોરદાર રસાકસી જામી હતી, જો કે બાદમાં ઇટલીનો વિજય થયો હતો. આ મેચમાં વેસ્ટ જર્મનીએ 3 અને ઇટલીએ ચાર ગોલ બનાવ્યા હતા.

વેસ્ટ જર્મની વિ. ફ્રાન્સ(1982)

વેસ્ટ જર્મની વિ. ફ્રાન્સ(1982)

વેસ્ટ જર્મની અને ફ્રાન્સ વચ્ચે રમાયેલી 8 જુલાઇ 1982ના રોજની સેમી ફાઇનલ ઘણી જ ડ્રામેટિક અને વિવાદીત રહી હતી. જેમાં જર્મન કીપર હેરાલ્ડ સુમાકર અને પેટ્રિક બેટિસ્ટન વચ્ચે વિવાદ થયો હતો અને બેટિસ્ટનને સુમાકરે ઇજા પહોંચાડી હતી. આ મેચમાં જર્મની અને ફ્રાન્સે 3-3 ગોલ ફટકાર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં જર્મનીનો 5-4થી વિજય થયો હતો.

વેસ્ટ જર્મની વિ. ઇંગ્લેન્ડ(1990)

વેસ્ટ જર્મની વિ. ઇંગ્લેન્ડ(1990)

1966 બાદ પહેલીવાર ઇંગ્લેન્ડ સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ જર્મનીએ અત્યંત નાટ્યાત્મક રીતે સેમીફાઇનલમાં વિજય મેળવ્યો હતો. બન્ને ટીમ તરફથી પહેલા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા અને પેનલ્ટી શૂટઆઉટમાં વેસ્ટ જર્મનીએ 4 જ્યારે ઇંગ્લન્ડ ત્રણ ગોલ ફટકારી શક્યું હતું અને વેસ્ટ જર્મનીનો વિજય થયો હતો.

બ્રાઝીલ વિ. ફ્રાન્સ( 1958)

બ્રાઝીલ વિ. ફ્રાન્સ( 1958)

24 જૂન 1958ના રોજ સ્ટોકહામમાં રમાયેલી આ મેચમાં બ્રાઝીલે 5 ગોલ ફટકાર્યા હતા જ્યારે ફ્રાન્સ 2 જ ગોલ ફટકારી શક્યું હતું. બ્રાઝીલ તરફથી પેલેએ આ સેમિફાઇનલમાં હેટ્રિક ગોલ ફટકાર્યા હતા. તેણે 52, 64 અને 75 મીનિટે ગોલ ફટકાર્યા હતા જ્યારે ડિડી અને વાવાએ એક-એક ગોલ ફટકાર્યા હતા. બીજી તરફ ફ્રાન્સ તરફથી ફોન્ટેન અને પીએન્ટોનીએ એક-એક ગોલ ફટકાર્યો હતો.

English summary
Here is the list of 5 memorable FIFA World Cup semi-finals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X