For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહાલી ટેસ્ટઃ પહેલા દિવસે ઇન્દ્રદેવની જોરાદાર બેટિંગ

By Super
|
Google Oneindia Gujarati News

rain-mohali-test
મોહાલી, 14 માર્ચઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મોહાલીમાં ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ રમાઇ રહી છે, જોકે ટેસ્ટનો પહેલો દિવસ વરસાદના કારણે ધોવાઇ ગયો હતો. વરસાદના કારણે એક વાગ્યે મેચ રેફરીએ આખા દિવસનો ખેલ રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પહેલાં બુધવારે રાતથી જ ચંદીગઢ અને તેની આસપાસના પંજાબના ભાગોમાં વરસાદ પડી રહ્યો હતો. વરસાદના કારણે બન્ને ટીમના સુકાનીઓ ટોસ ઉછાળવા માટે મેદાન પર આવી શક્યા નહોતા. સવારે 10 વાગ્યે થોડાક સમય માટે વરસાદ રોકાયો અને ત્યારબાદ મેદાનકર્મીઓ સ્ટેડિયમમાંથી પાણી કાઢવાના કામમાં જોતરાઇ ગયા. એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો કે પહેલા સત્રનો ખેલ 12 વાગ્યે શરૂ થઇ શકે છે, પરંતુ ફરી એકવાર વરસાદ પડતા આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.

મેચના બીજા અમ્પાયર રિચર્ડ કૈટેલબોરોએ જણાવ્યું હતું કે 12 વાગ્યા સુધી મેદાનને ચકાસવામાં આવશે, જેથી ત્યારબાદ સત્રનો ખેલ કોઇપણ જાતના વિક્ષેપ વગર ચાલું રહેશે. રિચર્ડના આ ખુલાસા બાદ ફરી એકવાર વરસાદ પડ્યો. ત્યાર બાદ મેચ શરૂ થવા પર શંકાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. આ મેચનો ટોસ પણ ઉછળી શક્યો નથી. પહેલો દિવસ વેડફાઇ જવાના કારણે આગામી ચાર દિવસે મેચ નવ વાગ્યે શરુ થશે અને અંતિમ સત્રમાં અડધા કલાકનો વધારો કરવામાં આવી શકે છે.

English summary
The first day of the third cricket Test between India and Australia was washed out without a ball being bowled due to heavy rains here on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X