For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજી વનડેમાં ધોનીનું રમવું શંકાસ્પદ

|
Google Oneindia Gujarati News

ms dhoni
નવીદિલ્હી, 5 જાન્યુઆરીઃ પાકિસ્તાન સામેની પ્રથમ બે વનડેમાં ઇનફોર્મ એકમાત્ર બેટ્સમેન રહેલા ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું દિલ્હી ખાતે 6 જાન્યુઆરીએ રમાનારી શ્રેણીની અંતિમ મેચમાં રમવું શંકાસ્પદ છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ધોનીને પીઠમાં દુઃખાવો થઇ રહ્યો છે અને તેના કારણે તે ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાનારી વનડે મેચમાં કદાચ નહીં રમે. તેના સ્થાને દિનેશ કાર્તિકનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, ત્રણ વનડેની શ્રેણીમાં પ્રથમ બન્ને વનડેમાં ભારતનું પ્રદર્શન શરમજનક રહ્યું છે અને બન્ને વખત ભારતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બન્ને મેચોમાં બેટ્સમેનો દ્વારા અત્યંત ખરાબ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના કારણે વિરોધી ટીમ વિજય મેળવવામાં સફળ નીવડી હતી. જો કે, સતત ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલો ધોની અચનાક બન્ને વનડેમાં શાનદાર ફોર્મમાં જણાઇ રહ્યો હતો અને દિલ્હી સામેની મેચમાં અચાનક પીઠના દુઃખાવાનું બહાનું દર્શાવવું અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી ધોનીના નેતૃત્વ અને તેના વ્યક્તિગત પ્રદર્શન પર અનેક દિગ્ગજ ક્રિકેટર્સ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. જે રીતે ગયા વર્ષે રમાયેલી શ્રેણીઓમાં ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન કર્યું હતું તેને લઇને ટીમના સીનિયર ખેલાડીઓમાં તાલમેલ નહીં હોવાના ખાસ કરીને ધોની અને સહેવાગ તથા ગંભીર સાથેના વિવાદોના કારણે ટીમ એકજૂટ નહીં હોવાના સમાચારો આવતા રહ્યા છે, તેની વચ્ચે આ પ્રકારે ત્રીજી વનડે પહેલા ધોનીનું રમવું શંકાસ્પદ હોવાના સમાચારે એક ચર્ચા જગાવી છે.

English summary
Indian captain Mahendra Singh Dhoni was today rendered a doubtful starter for tomorrow's third and final One dayer against Pakistan due to a sore back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X