For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નડાલે 8મી વાર ફ્રેન્ચ ઓપની જીતી રચ્યો ઇતિહાસ

By Super
|
Google Oneindia Gujarati News

nadal
પેરિસ, 10 જૂનઃ વિશ્વના પૂર્વ નંબર એક ખેલાડી રફેલ નડાલે પુરુષ સિંગલ ફાઇનલમાં સ્પેનના ડેવિડ ફેરરને 6-3, 6-2, 6-3થી હરાવીને ઇતિહાસ રચતા આઠમી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે.

ટેનિસ ઇતિહાસમાં એ પહેલીવાર બન્યુ છે કે કોઇ પુરુષ ખેલાડીએ એક જ ગ્રાન્ડસ્લેમ ટાઇટલને આઠ વખત જીત્યું છે. આ નડાલનું 12મુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ છે અને તે સર્વાધિક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર પુરુષ ખેલાડીઓની યાદીમાં ઓસ્ટ્રેલિયાના રાય એમર્સન(12)ની સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે. તેના પહેલા સર્વાધિક ગ્રાન્ડસ્લેમ ટાઇટલ સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરર(17) અને અમેરિકાના પીટ સમ્પ્રાસે (14) ટાઇટલ જીત્યા છે.

નડાલે પહેલી વાર 31 વર્ષની ઉમરે ગ્રાન્ડ સ્લેમ ફાઇનલ રમી રહેલા ફેરરને હરાવી રોલા ગૈરો પર 60 મેચોમાં 59મી જીત નોંધાવી છે. નડાલને જો કે ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે એક પ્રદર્શનકારી કમરથી ઉપર કોઇપણ પ્રકારના કપડાં પહેર્યા વગર ફિલિપ ચૈટરિયર કોર્ટ પર આવી ગયો. આ પ્રદર્શનકારીના હાથમાં મસાલ હતી અને તે ફ્રાન્સના સમાન લિંગના લોકોના વિવાદાસ્પદ લગ્ન કાયદાનો વિરોધ કરી રહ્યો હતો.

આ પ્રદર્શનકારીએ એ સમયે નડાલથી અમુક ફૂટના અંતરે પહોંચી ગયો જ્યારે બીજા સેટમાં5-1ના સ્કોર પર તે સર્વિસ કરી રહ્યો હતો. સુરક્ષાકર્મીઓએ જોકે પ્રદર્શનકારીને બહાર કાઢ્યો હતો. ફેરરની સારી શરૂઆત અને પહેલા સેટમાં પહેલા ગેમમાં કોઇપણ અંગ ગુમાવ્યા વગર જીત હાંસલ કરી. નડાલે જોકે 2-1ના સ્કોર પર ફેરરની સર્વિસ તોડી હતી, પરંતુ બીજી ગેમમાં નડાલની સર્વિસ તોડીને 2-2ની બરોબરી કરી લીધી હતી.

English summary
French Open 2013: Rafael Nadal defeats David Ferrer to win record eighth title
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X