For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇજાગ્રસ્ત સાહાના સ્થાને નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 1 ઑગસ્ટઃ બીસીસીઆઇ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝા ટૂંક સમયમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટેસ્ટ ટીમ સાથે જોડાશે. નમન ઓઝાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ ઇજાગ્રસ્ત સ્ટમ્પર રિદ્ધિમાન સાહાના સ્થાને થઇ રહ્યો છે.

નમન ઓઝાના પ્રદર્શન અંગે વાત કરવામાં આવે તો ઓઝાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા ખાતે એ ટૂરમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેણે તે દરમિયાન ત્રણ સદી ફટકારી છે, તેમજ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અંગે વાત કરવામાં આવે તો તેમાં નમન ઓઝાએ બેવડી સદી પણ ફટકારેલી છે.

આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ભારતનો શરમજનક પરાજય
આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની હાર, વાંચો રસપ્રદ વાતો

બીસીસીઆઇ સેક્રેટરી સંજય પટેલે કહ્યું છેકે, ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન રિદ્ધિમાન સાહાને ઇજા પહોંચતા તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું છેકે, ઓલ ઇન્ડિયા સિનિયર સિલેક્શન કમિટિએ તેના સ્થાને નમન ઓઝા પર પસંદગી ઉતારી છે, ઓઝા જેમ બને તેમ ઝડપથી ભારતીય ટેસ્ટ ટીમ સાથે જોડાશે.

સાહાને કેવી રીતે પહોંચી ઇજા?

સાહાને કેવી રીતે પહોંચી ઇજા?

જોકે આ અંગે એક પ્રશ્ન વિચારતા કરી મુકે તેવો છેકે રિદ્ધિમાન સાહાને ઇજા પહોંચી કેવી રીતે, કારણ કે તેણે શ્રેણીની પહેલી ત્રણેય ટેસ્ટ મેચમાંથી એકપણ ટેસ્ટમાં રમાડવામાં આવ્યો નથી.

માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ

માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી મેચ 7 ઑગસ્ટના રોજ માન્ચેસ્ટર ખાતે રમાનારી છે. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી હાલ બરાબરી પર છે, ભારત અને ઇંગ્લેન્ડે એક-એક મેચ જીતી છે અને એક મેચ ડ્રોમાં પરિણામી હતી.

લિસ્ટ એમાં ઓઝાનું પ્રદર્શન

લિસ્ટ એમાં ઓઝાનું પ્રદર્શન

લિસ્ટ એમાં ઓઝાના પ્રદર્શન પર નજર ફેરવવામાં આવે તો ઓઝાએ 103 મેચોમાં 3071 રન બનાવ્યા છે, જેમાં 6 સદી અને 17 અડધી સદી છે. ઓઝાનો સર્વાધિક સ્કોર 167 રન છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓઝાનું પ્રદર્શન

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓઝાનું પ્રદર્શન

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઓઝાએ 101 મેચો રમી છે, જેમાં તેણે 6877 રન બનાવ્યા છે, જેમાં 16 સદી અને 40 અડધી સદી છે. ઓઝાનો સર્વાધિક સ્કોર અણનમ 219 રન છે.

English summary
Wicketkeeper-batsman Naman Ojha will join the Indian squad in England for the remainder of the Test series, BCCI has announced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X