For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથમ્પટન ટેસ્ટઃ ભારતનો શરમજનક પરાજય, ઇંગ્લેન્ડ 266 રને જીત્યુ

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન, 31 જુલાઇઃ બોલર્સ અને બેટ્સમેનોના નબળા પ્રદર્શનના કારણે ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં કારમો પરાજય મળ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 445 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારત માત્ર 178 રનના સ્કોર પર પેવેલિયન ભેગુ થઇ ગયું હતું. ભારત તરફથી સર્વાધિક સ્કોર અજિંક્ય રહાણેનો છે, રહાણેએ 52 રનની ઇનિંગ રમી છે.

ભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો બીજી ઇનિંગમાં ભારત તરફથી મુરલી વિજય 12, શિખર ધવન 37, ચેતેશ્વર પૂજારા 2, વિરાટ કોહલી 28, અજિંક્ય રહાણે 52, રોહિત શર્મા 6, મહેન્દ્ર સિંહ ધોની 6, રવિન્દ્ર જાડેજા 15, ભુનેવશ્વર કુમાર 0, મોહમ્મદ સમી 0, પંકજ સિંહ 9 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ સર્વાધિક છ વિકેટ લધી છે, જ્યારે એન્ડરસને 2 અને રૂટે એક વિકેટ લીધી છે. તો વધુ જાણવા માટે તસવીરો પર ક્લિક કરો

આ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણઃ પંકજ સિંહે બનાવ્યો અનિચ્છિનિય રેકોર્ડ
આ પણ વાંચોઃ- ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કાલિસની નિવૃત્તિ, કોણે શું કહ્યું?
આ પણ વાંચોઃ- ન સુધર્યો એન્ડરસનઃ હવે રહાણેને કર્યો ટાર્ગેટ

એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યું નહીં

એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યું નહીં

ભારતની બેટિંગ અંગે વાત કરીએ તો પૂજારા, ધવન, મુરલી, વિરાટ, રોહિત, ધોની અને જાડેજામાંથી એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યું નથી. પૂજારા, રોહિત અને ધોની તો ડબલના આંકને પણ પહોંચી શક્યા નથી.

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ અંગે વાત કરીએ તો ઇંગ્લેન્ડ તરફથી રોબસન 13, કૂક 70, બેલેન્સ 38, બેલ 23, રૂટે 56 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી.

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતની પ્રથમ ઇનિંગ

ભારતની પ્રથમ ઇનિંગ અંગે વાત કરવામાં આવે તો ભારત તરફથી મુરલી વિજયે 35, શિખર ધવન 6, ચેતેશ્વર પૂજારા 24, વિરાટ કોહલી 39, અજિંક્ય રહાણે 39, રોહિત શર્મા 28, મહેન્દ્ર સિંહ ધોની 50, રવિન્દ્ર જાડેજા 31, ભુવનેશ્વર કુમાર 19 અને મોહમ્મદ સમીએ પાંચ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને પાંચ વિકેટ લીધી હતી, જ્યારે બ્રોડે ત્રણ અને મોઇન અલીએ 2 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ

ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં સાત વિકેટ ગુમાવીને 569 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી કૂક 95, રોબસન 26, બેલેન્સ 156, બેલ 167, રૂટ 3, અલી 12, બટલર 85 અને વોએક્સે 7 રન બનાવ્યા હતા. બીજી તરફ ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ જ્યારે જાડેજાએ બે વિકેટ લીધી હતી, ઉપરાંત રોહિત શર્મા અને સમીએ એક-એક વિકેટ લીધી હતી.

English summary
England Beat India By 266 Runs In Southampton Test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X