For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન સુધર્યો એન્ડરસનઃ હવે રહાણેને કર્યો ટાર્ગેટ

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન, 31 જુલાઇઃ સુધરે એ બીજા, એ વાક્યને યથાર્થ કરતા ઇંગ્લેન્ડના ઝડપી બોલર્સે હજુ જાડેજા સાથેના વિવાદની સુનાવણી થઇ નથી ત્યાં વધુ એક ભારતીય ખેલાડીને ટાર્ગેટ બનાવ્યો છે. સાઉથમ્પટન ખાતે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસની રમત પૂર્ણ થઇ રહી હતી તે સમયે એન્ડરસને અંજિક્ય રહાણેને પોતાના શાબ્દિક પ્રહારનો શિકાર બનાવ્યો હતો.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે એન્ડરસને ચોથા દિવસની રમતનો અંતિમ બોલ ફેંક્યો હતો. આ બોલમાં અંજિક્ય રહાણેએ ત્રણ રન લીધા હતા, ત્યારબાદ એન્ડરસને તેને કેટલાક શબ્દો કહ્યાં હતા. જે અંગે રહાણેએ ઓસ્ટ્રેલિયન અમ્પાયર રોડ ટકરને ફરિયાદ કરી હતી.

આ પણ વાંચોઃ- સાઉથમ્પટન ટેસ્ટઃ ભુવી-ધોનીએ બનાવ્યા અનોખા રેકોર્ડ
આ પણ વાંચોઃ- ‘નિરાશ' ઝહીર ખાનને આ વાતનો છે રંજ

જૂની ભૂલમાંથી ન લીધી શીખ

જૂની ભૂલમાંથી ન લીધી શીખ

જાડેજા સાથે વિવાદ કર્યા પછી પણ એન્ડરસને તેમાથી શીખ લીધી નથી અને ત્રીજી ટેસ્ટમાં વધુ એક ભારતીય ખેલાડીને પોતાના શાબ્દિક પ્રહારનો શિકાર બનાવ્યો છે.

એન્ડરસન દ્વારા એવરેજ ફિનિશ

એન્ડરસન દ્વારા એવરેજ ફિનિશ

પૂર્વ ભારતીય સુકાની રાહુલ દ્રવિડે કહ્યું છેકે, શ્રેષ્ઠ દિવસ બાદ એન્ડરસને એક એવરેજ રીતે દિવસને પૂર્ણ કર્યો હતો. એન્ડરસને પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી.

ઘટના અંગે શિખર ધવનનું મંતવ્ય

ઘટના અંગે શિખર ધવનનું મંતવ્ય

આ ઘટના અંગે જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જે બન્યુ તે સામાન્ય છે અને ક્રિકેટમાં આવું બનતું રહે છે.

જાડેજા-એન્ડરસન વિવાદ

જાડેજા-એન્ડરસન વિવાદ

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે નૉટિંગમ ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વચ્ચે થયેલા વાદ-વિવાદ અને ઝડપનો મામલો વધુ ગરમાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ફરિયાદ પર જાડેજાની વિરુધ્ધ આઇસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ-2નો આરોપ દાખલ કર્યો હતો. જોકે એંડરસને તેની પર લેવલ ત્રણના આરોપ લગાવ્યા હતા. એન્ડરસન પર જાડેજાને ધક્કો આપવા અને વંશીય ટીપ્પણ કરવાનો આરોપ હતો. જેની સુનાવણી ઑગસ્ટ મહિનામાં થનાવી છે. જો આરોપ સાબિત થશે તો તેના પર ત્રણ મેચનો પ્રતિબંધ લાગી શકે છે.

જાડેજાને થઇ ચૂક્યો છે દંડ

જાડેજાને થઇ ચૂક્યો છે દંડ

નોટિંગહામ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન સાથે થયેલા વિવાદ કેસમાં આઇસીસીએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો હતો. જો કે આ અંગે બીસીસીઆઇએ વિરોધ નોંધાવ્યો હતો. બીસીસીઆઇ જાડેજાને કરવામાં આવેલા દંડની વિરોધમાં છે અને તે આ અંગે વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ કમિટિ આંતરરાષ્ટ્રિ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ને અપિલ કરી હતી. જે સ્વીકારી લેવામાં આવી છે.

English summary
England paceman James Anderson has unnecessarily targeted another Indian player during the fourth day of the third Test here on Wednesday (July 30).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X