For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતની હાર, વાંચો રસપ્રદ વાતો

|
Google Oneindia Gujarati News

સાઉથમ્પટન, 31 જુલાઇઃ બોલર્સ અને બેટ્સમેનોના નબળા પ્રદર્શનના કારણે ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં કારમો પરાજય મળ્યો છે. ઇંગ્લેન્ડે ભારતને 445 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારત માત્ર 178 રનના સ્કોર પર પેવેલિયન ભેગુ થઇ ગયું હતું. ભારત તરફથી સર્વાધિક સ્કોર અજિંક્ય રહાણેનો છે, રહાણેએ 52 રનની ઇનિંગ રમી છે.

ભારતની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો બીજી ઇનિંગમાં ભારત તરફથી મુરલી વિજય 12, શિખર ધવન 37, ચેતેશ્વર પૂજારા 2, વિરાટ કોહલી 28, અજિંક્ય રહાણે 52, રોહિત શર્મા 6, મહેન્દ્ર સિંહ ધોની 6, રવિન્દ્ર જાડેજા 15, ભુનેવશ્વર કુમાર 0, મોહમ્મદ સમી 0, પંકજ સિંહ 9 રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલીએ સર્વાધિક છ વિકેટ લધી છે, જ્યારે એન્ડરસને 2 અને રૂટે એક વિકેટ લીધી છે. આ મેચ સાથે જોડાયેલી રસપ્રદ વાતો વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ભારતનો શરમજનક પરાજય, ઇંગ્લેન્ડ 266 રને જીત્યુ
આ પણ વાંચોઃ- ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણઃ પંકજ સિંહે બનાવ્યો અનિચ્છિનિય રેકોર્ડ
આ પણ વાંચોઃ- ક્રિકેટના દિગ્ગજ ખેલાડી કાલિસની નિવૃત્તિ, કોણે શું કહ્યું?
આ પણ વાંચોઃ- ન સુધર્યો એન્ડરસનઃ હવે રહાણેને કર્યો ટાર્ગેટ

છ વખત ઇંગ્લેન્ડ સ્પીનરે લીધી પાંચ વિકેટ

છ વખત ઇંગ્લેન્ડ સ્પીનરે લીધી પાંચ વિકેટ

45 વર્ષમાં ઘર આંગણે રમાયેલી ટેસ્ટ મેચોમાં આ છઠ્ઠીવાર બન્યુ છેકે ચોથી ઇનિંગમાં ઇંગ્લેન્ડના કોઇ સ્પીનરે પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. મોઇન અલીએ સાઉથમ્પટન ખાતે ચોથી ઇનિંગમાં છ વિકેટ ઝડપી છે.

ટેસ્ટ પદાર્પણમાં છ કેચ

ટેસ્ટ પદાર્પણમાં છ કેચ

ટેસ્ટ ક્રિકેટની પદાર્પણ મેચમાં સાત કેચ પકડવાનો રેકોર્ડ છે, જો બટલરે એક કેચ વધુ પકડી લીધો હોત તો આ રેકોર્ડ તેના નામે થઇ જાત, તેણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં છ કેચ પકડ્યા છે.

છઠ્ઠી વખત ધોનીનો શિકાર

છઠ્ઠી વખત ધોનીનો શિકાર

એન્ડરસને છઠ્ઠી વખત ધોનીનો શિકાર કર્યો છે, એન્ડરસન સામે ધોનીની એવરેજ 42.5ની રહી છે.

બન્ને ઇનિંગમાં અડધી સદી

બન્ને ઇનિંગમાં અડધી સદી

પહેલી વાર એલિસ્ટર કૂકે સુકાની તરીકે બન્ને ઇનિંગમાં અડધી સદી ફટકારી છે આ પહેલીવાર બન્યું છે.

75 વખત ઇંગ્લેન્ડ 200 કરતા વધુ લીડ સાથે હાર્યું નથી

75 વખત ઇંગ્લેન્ડ 200 કરતા વધુ લીડ સાથે હાર્યું નથી

103માંથી 75 વખત એવું બન્યુ છેકે પહેલા બેટિંગ કર્યા બાદ ઇંગ્લેન્ડે 200 કરતા વધુની લીડ આપ્યા બાદ ઇંગ્લેન્ડ મેચ હાર્યું નથી.

ઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી

ઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી

આ સાથે ધોનીએ પણ એક રેકોર્ડ બનાવી નાખ્યો છે. ધોની એક એવો ખેલાડી બની ગયો છેકે જેણે કોઇપણ વિરોધી ટીમ સામે સદી ફટકાર્યા વગર 10 અડધી સદી ફટકારી છે. ધોનીએ ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 10મી અડધી સદી લગાવી છે.

નવમાં ક્રમે સૌથી વધુ બોલનો સામનો

નવમાં ક્રમે સૌથી વધુ બોલનો સામનો

આ ટેસ્ટ મેચ સાથે ભુવનેશ્વર કુમારે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. ભુવનેશ્વર કુમાર નવમા ક્રમે બેટિંગ કરતા સૌથી વધુ બોલનો સામનો કરનાર વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. ભુવનેશ્વર કુમારે પાંચ ઇનિંગમાં 228 રન બનાવવા માટે 477 બોલનો સામનો કર્યો હતો. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના સક્લેન મુસ્તાકના નામે હતો, તેમણે 2 ઇનિંગમાં 447 બોલનો સામનો કરીને 94 રન બનાવ્યા છે.

આઠમાંથી પાંચ ખેલાડી 40ની અંદર આઉટ

આઠમાંથી પાંચ ખેલાડી 40ની અંદર આઉટ

ત્રીજી ટેસ્ટ સાથે જોડાયેલા રસપ્રદ અનુસાર ટેસ્ટ ક્રિકેટમાં આ 10મી વાર બન્યુ છેકે ભારતના ટોપ 8 બેટ્સમેનમાંથી પાંચ બેટ્સમેન 20થી 40ની વચ્ચે જ સ્કોર બનાવી શક્યા છે.

ત્રણ B રહ્યાં અસરકારક

ત્રણ B રહ્યાં અસરકારક

ભારતીય બોલર્સ સામે ત્રણ બી અસરકારક રહ્યાં હતા. ભારત સામે બેલેન્સે 156, બેલે 167, બટલરે 85 રનની ઇનિંગ રમીને ભારતનો દાવ ઉલટો પાડ્યો હતો. ભારતીય બોલર્સ ઇંગ્લેન્ડના આ ત્રણ બીને રોકવામા સંદતર નિષ્ફળ રહ્યાં હતા.

ત્રણ વખત ધવન બન્યો એન્ડરસનનો શિકાર

ત્રણ વખત ધવન બન્યો એન્ડરસનનો શિકાર

ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન દ્વારા ભારતીય બેટ્સમેન શિખર ધવનને આ પાંચ મેચોની શ્રેણીમાં ત્રણ વખત પોતાનો શિકાર બનાવ્યો છે. ધવને એન્ડરસનના 58 બોલનો સામનો કર્યો છે અને 30 રન બનાવ્યા છે.

નંબર. 3 અને 4 દ્વારા એક ટેસ્ટમાં 150+ રન

નંબર. 3 અને 4 દ્વારા એક ટેસ્ટમાં 150+ રન

ઇંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડ ટીમના નંબર ત્રણ અને ચાર નંબરના ખેલાડીએ એક જ ટેસ્ટમાં ચાર વખત 150 કરતા વધારે રન બનાવ્યા છે. આ વખતે બેલેન્સ(156) અને ઇયાન બેલ(167)એ આ સિદ્ધિ હાંસલ કરી છે.

ઇંગ્લેન્ડના 8 કીપર્સનો 50+

ઇંગ્લેન્ડના 8 કીપર્સનો 50+

કીપર્સ દ્વારા હાંસલ કરવામાં આવેલી સિદ્ધિ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમના 8 વિકેટ કીપર્સ એવા છેકે જેમણે પોતાની પર્દાર્પણ મેચમાં 50 કરતા વધુનો સ્કોર બનાવ્યો છે. બટ્લરે પોતાની આ મેચમાં 85 રન બનાવ્યા છે. તે જાડેજાનો શિકાર બન્યો હતો. બીજી ખાસ વાત એ કે ઇંગ્લેન્ડ તરફથી એકમાત્ર પ્રાયરે જ પોતાની પર્દાર્પણ મેચમાં સદી ફટકારી હતી.

ટેસ્ટ ક્રિકેટનું સૌથી ખરાબ વિકેટ વગરનું પદાર્પણ

ટેસ્ટ ક્રિકેટનું સૌથી ખરાબ વિકેટ વગરનું પદાર્પણ

ભારતીય બોલર અંગે વાત કરવામાં આવે તો પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા પંકજ સિંહે એક અનોખો અને અનિચ્છિનિય રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ટેસ્ટ ક્રિકેટનું સૌથી ખરાબ પર્દાર્પણ પ્રદર્શન કરતા પંકજ સિંહે 179 રન આપીને એક પણ વિકેટ લીધી નહોતી. પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનનના સોહેલ ખાનના નામે હતો, જેમણે 164 રન આપીને એકપણ વિકેટ લીધી નહોતી. આ સાથે જ તે 100 કરતા વધુ રન આપીને એકપણ વિકેટ નહીં લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે, પહેલા આ યાદીમાં જયદેવ ઉનડકટ અને સુબ્રતા ગુહાનું નામ હતું. પંકજ સિંહે 47 ઓવરમાં 179 રન આપ્યા છે અને એકપણ વિકેટ લીધી નથી.

ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ અડધી સદી

ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ અડધી સદી

2010થી અત્યારસુધીમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હવે ઇયાન બેલના નામે જતો રહ્યો છે. ઇયાન બેલે પોતાની 73 ઇનિંગમાં 47.27ની એવરેજથી 25 અડધી સદી ફટકારી છે. આ પહેલા આ રેકોર્ડ કૂકના નામે હતો તેણે 22 અડધી સદી 77 ઇનિંગમાં 44.81ની એવરેજ સાથે ફટકારી હતી.

ધોનીનો સુકાની તરીકે અનોખો રેકોર્ડ

ધોનીનો સુકાની તરીકે અનોખો રેકોર્ડ

ધોનીએ બનાવેલા અનોખા રેકોર્ડ અંગે વાત કરવામાં આવે તો ધોની ઇંગ્લેન્ડમાં પોતાની કારકિર્દીની સાતમી ટેસ્ટ મેચમાં નેતૃત્વ કરી રહ્યો છે. આ પહેલા એકપણ ભારતીય સુકાની ઇંગ્લેન્ડમાં છ કરતા વધારે ટેસ્ટમાં સુકાની રહી શક્યો નથી. ધોની પહેલા અજીત વાડેકર અને મોહમ્મદ અઝહરુદ્દિને છ-છ ટેસ્ટમાં નેતૃત્વ કર્યું હતું જ્યારે સૌરવ ગાંગુલીએ ઇંગ્લેન્ડમાં ચાર મેચોમાં નેતૃત્વ કર્યું હતું.

પંકજ સિંહઃ સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર

પંકજ સિંહઃ સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર

ઇશાંત શર્માને ઇજા પહોંચતા પંકજ સિંહને કારકિર્દીની પહેલી ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. પંકજ ભારત તરફથી ટેસ્ટમાં પર્દાર્પણ કરનાર સૌથી અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટર બની ગયા છે. પંકજે ડોમેસ્ટિક ક્રિકેટમાં 300 વિકેટ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ વિનય કુમારના નામે હતો.

ટેસ્ટમાં સૌથી વધુ રન કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી

ટેસ્ટમાં સૌથી વધુ રન કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી

એલિસ્ટર કૂકે ભારત સામેની ત્રીજી મેચમાં 95 રનની ઇનિંગ રમીને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. આ વર્ષનું આ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેમજ 35 ટેસ્ટ ઇનિંગમાં પહેલીવાર એવું બન્યું છેકે કૂકે 200 કરતા વધારે બોલનો સામનો કર્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કૂક ઇંગ્લેન્ડનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 8257 રન બનાવ્યા છે. તેણે કેવિન પીટરસન અને ડેવિડ ગોવરને પાછળ છોડી દીધા છે અને હવે કૂકની આગળ ગ્રાહમ ગૂચ અને એલક સ્ટીવર્ટ છે.

25 વર્ષની ઉમર પહેલા 50 કરતા વધારેનો સ્કોર

25 વર્ષની ઉમર પહેલા 50 કરતા વધારેનો સ્કોર

ગેરી બેલેન્સની વાત કરવામાં આવે છે. બેલેન્સે ત્રીજી ટેસ્ટમાં 104 રન ફટકાર્યા છે. હાલ ચાલી રહેલી શ્રેણીમાં આ તેની બીજી સદી છે. રનની વાત કરવામાં આવે તો આ શ્રેણીમાં તેના 312 રન છે અને તે ભારતના મુરલી વિજય(317) પછી બીજા ક્રમે છે. આ પાંચમીવાર છેકે બેલેન્સે 50 કરતા વધારે રન બનવ્યાછે. ઇંગ્લેન્ડ ટીમના ક્રિકેટરોની યાદીમાં 25 વર્ષની ઉમર પહેલા 50 કરતા વધારેનો સ્કોર બનાવનારાઓની યાદીમાં તે પાંચમા ક્રમે આવે છે.

English summary
interesting fact of Southampton test. England Beat India By 266 Runs In Southampton Test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X