For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત વિરુદ્ધ આક્રમક રમવાની જરૂરઃ ઇંઝમામ

|
Google Oneindia Gujarati News

Inzamam-Ul-Haq
લાહોર, 16 ડિસેમ્બરઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને નવનિયુક્ત બેટિંગ સલાહકાર ઇંઝમામ-ઉલ-હકે પોતાના બેટ્સમેનોને આગામી ભારત પ્રવાસ પર આક્રમક ક્રિકેટ રમવાની સલાહ આપી છે.

ઇંઝમામનું કહેવું છે કે તેનાથી તેમની ટીમ દબાણ સામે સારી રીતે લડી શકે છે. પાકિસ્તાની ટીમ વર્તમાનમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ભારત પ્રવાસની તૈયારીઓમાં લાગેલી છે અને ઇંઝમામ બેટ્સમેનોની મદદ માટે એક અઠવાડિયા સુદી અહીં રહેશે.

ઇંઝમામે પત્રકારોને જણાવ્યું કે, મારું કામ ખેલાડીઓને બેટિંગની ટેક્નિક સમજાવવાના બદલે તેમને પોતાના અનુભવની મદદ આપવા માંગે છે. હું તેમને વિપક્ષી ટીમના સ્કોરનો પીછો કરવા, લક્ષ્યને કેવી રીતે હાંસલ કરવો અને બેટિંગ વખતે જે વસ્તુઓની જરૂરત હોય છે, તેમના સંબંધમાં વિચાર-વિમર્શ કર્યું છે.

પાકિસ્તાને ભારતમાં બે ટી20 અને ત્રણ વનડે મેચ રમવાની છે. ઇંઝમામે કહ્યું કે, ભારતમાં રમવાની પરિસ્થિતિઓ અલગ નથી. અમે ત્યાં જીતતા આવ્યા છીએ અને ફરીથી જીતીશું. આ બસ દબાવ અને તેને સહન કરવાની વાત છે. અપણે આક્રમક ક્રિકેટ રમવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, ભારત પ્રવાસ પર ખેલાડીઓએ અન્ય વસ્તુઓના સ્થાને પોતાની રમત પર ધ્યાન લગાવવું પડશે. આપણે આપણા ખેલ પર ધ્યાન આપવાની જરૂર છે અને બીજા શું કરે છે તેનાથી ચિંતિતના થવું જોઇએ.

નોંધનીય છે કે ઇંઝમામના સુકાનીપદ હેઠળ પાકિસ્તાને ભારત સાથે 22 વનડે મેચ રમી છે.

English summary
Inzamam ul Haq on his forthcoming visit to the batsmen play aggressive cricket is advised.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X