Neeraj Chopra Marriage : ગોલ્ડ બોય નીરજ ચોપરાએ લગ્ન કર્યા, જાણો કોણ છે પત્ની હિમાની?
Neeraj Chopra Marriage : ભારતીય ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ ચુપચાપ લગ્ન કરી લીધા હોવાના સમાચારો સામે આવ્યા છે.
હાલમાં જ નીરજ ચોપરાની કેટલીક તસવીરો સામે આવી છે. આ ફોટોમાં નીરજ ચોપરા સાથે તેની પત્ની હિમાની જોવા મળી રહી છે.

લગ્નના સમાચાર ખુદ નીરજ ચોપરાએ આપ્યા અને લખ્યુ કે તેમણે પોતાના પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આ ક્ષણે અમને એકસાથે લાવનારા દરેક આશીર્વાદ માટે આભારી. તસવીરોમાં નીરજ તેના પરિવારના કેટલાક સભ્યો સાથે જોવા મળે છે.
નીરજ ચોપરાની પત્નીનું નામ હિમાની છે. હાલમાં તે શું કરે છે અને બંને કેવી રીતે મળ્યા તે અંગે કોઈ માહિતી નથી. ગઈ સિઝનમાં રમત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પૂર્ણ કર્યા પછી નીરજે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. ભારત પાછા ફર્યા પછી તેના કેટલાક ઇન્ટરવ્યુ આવ્યા પરંતુ તેણે લગ્ન વિશે કંઈ કહ્યું નહોતું.
નીરજ ચોપરાના લગ્ન લવ મેરેજ છે કે એરેન્જ તે પણ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તેમન તરફથી પણ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. તેણે અચાન જ તેના જીવનની નવી ઇનિંગ્સ વિશે માહિતી આપી છે. ચાહકો આ કપલને લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે અને ખૂબ ખુશ છે.
જણાવી દઈએ કે, ગયા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ જીત્યો હતો. ત્યારબાદ તે ડાયમંડ લીગમાં બીજા સ્થાને રહ્યો. આગામી સીઝન પહેલા નીરજે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો નિર્ણય લીધો.












Click it and Unblock the Notifications
