World Boxing Championship: નીતુ ઘંઘાસે જીત્યો ગોલ્ડ મેડલ, ફાઇનલ જીતીને બની વર્લ્ડ ચૈમ્પિયન
Wome;s World Boxing Championship: મહિલા વર્લ્ડ બોક્સિગ ચૈમ્પિયનશીપમાં ફાઇનલ મુકાબલોની શરુઆત થઇ ગઇ છે અને ભારતે પહેલો મેડલ જીતી લીધો છે. નીતુ ઘંઘાસ વર્લ્ડ ચૈમ્પિયન બની ગઇ છએ. ભારતીય બોક્સરે આ મુકાબલમાં એક તરફી જીત મેળવી છએ. મંગોલિયન બોક્સરને ખરબા રીતે પરાજીત કરી હતી. દિલ્હીમાં થયેલી આ બાઇટમાં નીતુની જીત બાદ દર્શકો પણ ઝુમી ઉઠ્યા હતા. નીતુ પાસે ગોલ્ડ મેડલની આશા હતી. અને તે આ આશા પર ખરી ઉતરી હતી.

નૂતીનો મુકાબલો ંગોલિયાની બોક્સર લુતસાઇખન વિરુદ્ધ હતો. ભારતીય બોક્સરે શરુથી પોતાના પંચોની વરસાદ કરી દીધી હતી. ડિફેન્સમાં નીતુએ સારુ કામ કરતા વિપક્ષી બોક્સરને કોઇ તક નહોતી આપી અને એક પણ પોઇન્ટ ના લેવા દિધો. અંતત આ મુકાબલામાં ભારતીય બોક્સરે 5-0 ના મોટા અંતરથી આ જીત મેળવી હતી. 48 કિલોગ્રામ વજન શ્રેણીમાં સ્વર્ણ પદક પોતાના નામ કરી લીધો છે. વર્લ્ડ ચૈમ્પિયનશિપ દરમિયાન નીતુએ પુરી રીતે પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો.
આ પહેલા નીતુએ 23 માર્ચે સેમિફાઇનલ મેચમાં કજાકિસ્તાનની બોક્સર અલુઆ બાલિબેકવાને 5-2 ના અંતરથી હરાવી હતી. આ મેચમાં નીતુએ પાછળ રહ્યા બાદ મેચમાં પરત ફરતા શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આમ ભારત માટે અત્યારે ઓછા મા ઓછા રજત પદક પાક્કો થઇ ગયો હતો. હવે ફાઇનલમાં પણ તે ધાર દેખાડતા નીતુએ વર્લ્ડ ચૈમ્પિયન બની ગઇ છે.












Click it and Unblock the Notifications
