કરાર ભંગ કરનારા કોહલી સામે નાઇકીએ કોર્ટમાં દાવો માંડ્યો
બેંગલોર, 21 ઓગસ્ટ : આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સવેર અને ઈક્વિપમેન્ટ બ્રાન્ડ કંપની નાઈકી ઈન્ડિયા પ્રા.લિ. એ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સામે કરાર ભંગ બદલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. કંપનીએ તેની પ્રોડક્ટ્સના પ્રચાર માટે ક્રિકેટર વિરાટ કોહલી સાથે કરેલા કોન્ટ્રાક્ટ સંબંધિત ઊભા થયેલા એક વિવાદમાં કર્ણાટક હાઈ કોર્ટે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
નાઈકી ઈન્ડિયાએ નોંધાવેલી અપીલ ઉપર કોર્ટે સુનાવણી કરી હતી અને વિરાટ કોહલીને ઈમર્જન્ટ નોટિસ મોકલવાનો આદેશ આપ્યો છે. નાઈકીની દલીલ છે કે કોહલીએ તેની સાથે કરારબદ્ધ હોવાથી તેણે કોઈ થર્ડ પાર્ટી સાથે એન્ડોર્સમેન્ટ કે સેવાને લગતો કોઈ એગ્રીમેન્ટ કરવો નહીં. કોહલીને તેમ કરતો રોકવા માટે નાઈકીએ નોંધાવેલી અરજીને બેંગલોરની સિવિલ કોર્ટે નકારી કાઢતાં નાઈકીએ હાઈ કોર્ટમાં અપીલ કરી છે.

નાઈકીની દલીલ છે કે અમે કોહલીને કોન્ટ્રાક્ટ અંતર્ગત મોટી રકમ ચૂકવી છે, પરંતુ સિવિલ કોર્ટે તે બાબતને ધ્યાન પર લીધી નથી. કંપનીએ એમ પણ કહ્યું છે કે અમે કોહલી સાથે 1 જાન્યુઆરી 2007થી 31 ડિસેંબર 2007 સુધી ‘ક્રિકેટ કન્સલ્ટન્ટ કોન્ટ્રાક્ટ' કર્યો હતો અને ત્યારબાદ એક્સક્લુઝિવ એન્ડોર્સમેન્ટ રાઈટ્સ માટે 1 ઓગસ્ટ 2008 અને 31 જુલાઇ 2013 સુધીના સમયગાળા માટે નવો કોન્ટ્રાક્ટ કર્યો હતો.
આ કરાર બદલ કોહલીને રૂપિયા 1.42 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. આ કોન્ટ્રાક્ટમાં એક કલમ એવી છે કે કોન્ટ્રાક્ટને ચોક્કસ શરતો સાથે 31 જુલાઇ 2014 સુધી એટલે કે વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવશે. આમ છતાં કોહલીએ 6 જૂન 2013ના રોજ કંપનીને પત્ર લખીને કોન્ટ્રાક્ટને લંબાવવાનો ઈનકાર કરી દીધો હતો. એ માટે તેણે પાયાવિહોણા આરોપો મૂક્યા છે.












Click it and Unblock the Notifications
