નીરજ ચોપડાએ તિરંગા પર ઓટોગ્રાફ આપવાની કરી મનાઇ, લોકો કરી રહ્યાં છે વખાણ
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડી નીરજ ચોપરાનું નામ દરેકના હોઠ પર છે. તેમની વિશેષ સિદ્ધિ પર દેશ પણ ઘણો ખુશ છે. નીરજ ચોપરા ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય એથ્લીટ બન્યા છે.
હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત ઈવેન્ટની ફાઈનલ મેચમાં નીરજે સૌથી દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાકિસ્તાનનો નદીમ બીજા સ્થાને રહ્યો. નદીમને સિલ્વર મેડલ મળ્યો હતો. નીરજે ગોલ્ડ મેડલ જીતવાની આડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બધાના દિલ જીતી લીધા હતા.

નીરજ ચોપરાને હંગેરીની એક મહિલા ચાહકે ઓટોગ્રાફ માટે વિનંતી કરી હતી. આ મહિલા ચાહક પાસે ભારતીય તિરંગો હતો. આના પર તે નીરજ ચોપરાનો ઓટોગ્રાફ લેવા આવી હતી. નીરજે તિરંગા પર ઓટોગ્રાફ આપવાની ના પાડી દીધી. આ પછી તેણે આ ફેનના શર્ટની સ્લીવ પર પોતાનો ઓટોગ્રાફ આપ્યો હતો. (ફોટોઃ ટ્વિટર)
તિરંગા માટે બનાવેલા નિયમોને ધ્યાનમાં રાખીને નીરજ ચોપરાએ તેના પર ઓટોગ્રાફ આપવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે આ ચાહકને પણ ત્યારે જ ખબર પડી હશે કે તિરંગા પર કોઈ પણ અક્ષર લખવાની મનાઈ છે. તેણે ખુશીથી તેના ટી-શર્ટ પર ઓટોગ્રાફ લીધો. નીરજે ભાલા ફેંકમાં 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો.
A Hungarian lady wanted Neeraj Chopra's autograph on the Indian flag, Neeraj denied her and said 'I cannot sign it on the flag'. Later he signed it on the lady's tshirt sleeves. (Sportstar).
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 28, 2023
- The respect and admiration Neeraj has for the Indian flag! 🇮🇳 pic.twitter.com/tei4Xsy4fM
ત્રિરંગા વિશે જાણવા જેવી બાબતો
- ધ્વજનો ડ્રેસ કે યુનિફોર્મ તરીકે ઉપયોગ કરી શકાતો નથી, તેને કોઈ રૂમાલ, નેપકીન વગેરે પર છાપી શકાતો નથી.
- ત્રિરંગા પર કોઈપણ પ્રકારના અક્ષરો લખવા પર પ્રતિબંધ છે.
- ધ્વજને ઈરાદાપૂર્વક જમીન પર મૂકી શકાતો નથી અને તેને પાણીમાં ડૂબાડવાની મંજૂરી પણ આપી શકાતી નથી.
- ક્ષતિગ્રસ્ત ધ્વજ પ્રદર્શિત કરી શકાતો નથી. કેસરી રંગને નીચે રાખીને ફરકાવી શકાતો નથી.
- ત્રિરંગો ટોચ પર હોવો જોઈએ. તેને અન્ય કોઈ ધ્વજ કે ઝંડાની નીચે રાખી શકાય નહીં.
- જો ફાટી જાય અથવા ગંદો થઈ જવા પર તો ધ્વજને ગરીમા સાથે સારી રીતે ખાનગી જગ્યા પર બાળી નાખવો જોઈએ અથવા બોક્સમાં રાખીને જમીનમાં દાટી દેવો જોઇએ.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
