
પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થશે નિરજ ચોપડા, વીરતા પુરસ્કારોની થઇ જાહેરાત
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્ર સરકારે મંગળવારે પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા સશસ્ત્ર દળોને આપવામાં આવનાર વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. 384 લોકોને વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ તમામને ગણતંત્ર દિવસ પર સન્માનિત કરવામાં આવશે.
જાહેરાત મુજબ 12 લોકોને શૌર્ય ચક્ર, 29 લોકોને પરમ વિશિષ્ટ સેવા મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 13 યુદ્ધ સેવા મેડલ, 122 વિશિષ્ઠ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને 53 અતિ વિશેષ સેવા મેડલ સામેલ છે. આ યાદીમાં નીરજ ચોપરાનું નામ પણ સામેલ છે.
President Ram Nath Kovind has approved awards of 384 Gallantry for armed forces personnel & others on the eve of 73rd Republic Day celebrations. These include 12 Shaurya Chakras, 3 Bar to Sena Medals (Gallantry), 81 Sena Medals (Gallantry) & 2 Vayu Sena Medals (Gallantry)
— ANI (@ANI) January 25, 2022
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર ભારતના ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ આગામી ઈવેન્ટ્સ માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં તેના બીજા પ્રયાસમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 88.07 મીટર છે. હવે આવી સ્થિતિમાં આગામી ઓલિમ્પિક પહેલા તેની નજર 90 મીટરની અડચણ પાર કરવા પર છે.