સ્પોટ ફિક્સિંગ : દ્રવિડ અને શિલ્પાની પૂછપરછ નહીં કરાય : દિલ્હી પોલીસ

નવી દિલ્હી, 18 મે : આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ કેસમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ટીમ રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની ધરપકડ બાદ એવી શક્યતાઓ ઉભી થઇ હતી કે કેસની ગંભીરતા જોતા દિલ્હી પોલીસ ટીમ માલિક શિલ્પા શેટ્ટી અને ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડની પણ પૂછપરછ કરશે. જો કે આ અંગે સ્પષ્ટતા કરતા દિલ્હી પોલીસે જણાવ્યું છે કે આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડ અને ટીમનાં માલિકો રાજ કુન્દ્રા અને તેની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની સ્પોટ-ફિક્સિંગના સંબંધમાં પૂછપરછ કરવાનું કોઈ કારણ નથી.

shilpa-shetty-rr

આ કેસમાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓને પોલીસે પકડ્યા છે અને પાંચ દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની કોર્ટ તરફથી મંજૂરી મેળવી છે. દિલ્હી પોલીસના પ્રવક્તા રાજન ભગતે કહ્યું છે કે, સ્પોટ ફિક્સિંગ કેસની તપાસમાં દ્રવિડ, કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામેલ કરવાનું દિલ્હી પોલીસ પાસે કોઈ કારણ નથી.

અગાઉ એવો અહેવાલ હતો કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલ રમાતી છઠ્ઠી આવૃત્તિમાં રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણ ખેલાડીની ધરપકડ કરાયા બાદ પોલીસ દ્રવિડ તથા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની પૂછપરછ કરે એવી ધારણા છે.

પોલીસે સ્પોટ-ફિક્સિંગના આરોપસર રાજસ્થાન રોયલ્સના એસ. શ્રીસંત, અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણની ગયા ગુરુવારે ધરપકડ કરી છે. શ્રીસંત અને ચવ્હાણે તો શુક્રવારે સવારે પોલીસની પૂછપરછ દરમિયાન સ્પોટ-ફિક્સિંગ કર્યાની કબૂલાત પણ કરી લીધી છે. બંને જણ પૂછપરછ દરમિયાન રડી પડ્યા હતા. અજિત ચાંડિલાએ હજી સુધી આરોપનો સ્વીકાર કર્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X