Olympics 2024 : ઓલિમ્પિક ગોલ્ડ મેડલ હકિકતમાં સોનાનો હોય છે? જાણો કેટલુ હોય છે સોનું?
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે અને ખેલાડીઓ મેડલ માટે પરસેવો પાડી રહ્યાં છે. તમામ ખેલાડીઓ ગોલ્ડ મેડલની અપેક્ષાએ ફિલ્ડમાં ઉતરે છે.
દરેક એથ્લેટનું સપનું હોય છે કે ઓલિમ્પિકમાં ઓછામાં ઓછા એક વખત રમવાની તક મળે અને ગોલ્ડ જીતીને ચેમ્પિયન બને. પરંતુ શું તમે જાણો છો કે ખેલાડીઓને મળેલો ગોલ્ડ મેડલ ખરેખર સોનાનો બનેલો હોય છે?

ઓલિમ્પિક મેડલ પર ગ્રીક દેવી નાઇકીનું ચિત્ર કોતરવામાં આવ્યું છે, તેની સાથે મેડલ પર એફિલ ટાવર પણ દર્શાવવામાં આવ્યો છે. આ સિવાય 1896માં પ્રથમ ઓલિમ્પિકનું આયોજન કરનાર સ્ટેડિયમને પણ મેડલ પર દર્શાવવામાં આવ્યું છે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અનુસાર, ગોલ્ડ મેડલ ઓછામાં ઓછા 92.5% સિલ્વરથી બનેલો હોય છે અને લગભગ 6 ગ્રામ શુદ્ધ સોનાનો ઢોળ ચઢાવાય છે. તેની કિંમત અંદાજે $758 અથવા અંદાજે ₹63,501.72 હોય છે.
ઓલિમ્પિકમાં 1992ના સ્ટોકહોમ ઓલિમ્પિકમાં જ સંપૂર્ણ સોનાથી બનેલા મેડલ આપવામાં આવ્યા હતા.
ભારતનો પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ ચીનમાં અભિનવ બિન્દ્રાએ જીત્યો હતો. તેણે 11 ઓગસ્ટ 2008 ના રોજ બેઇજિંગમાં આયોજિત 2008 સમર ઓલિમ્પિક્સમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ ચોપરા 7 ઓગસ્ટ 2021 ના રોજ ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ બન્યા. અભિનવ પછી ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક જીતનાર નીરજ ચોપરા બીજો ભારતીય છે.
ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં 10 ગોલ્ડ સહિત કુલ 35 મેડલ જીત્યા છે. ભારતમાં મેડલ મેળવવામાં સૌથી મોટો ફાળો પુરૂષ હોકી ટીમનો છે, જેણે 10 માંથી 8 ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે.












Click it and Unblock the Notifications
