Olympics 2024: રેસલિંગમાં ભારતને મોટો ઝટકો, રિતિકા હુડાની ક્વાટર ફાઈનલમાં હાર

Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ગોલ્ડ મેડલની રાહ વચ્ચે રિતિકા હુડાનો ક્વાટર ફાઈનલમાં પરાજય થયો છે.

પેરિસ ઓલિમ્પિકમાં રિતિકા હુડ્ડાને મહિલા કુશ્તી 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. રિતિકા કિર્ગિસ્તાનની એપેરી મેડેટ કાઈઝી સામે હારી. આ સાથે કાઈઝીને સેમીફાઈનલમાં જગ્યા મળી છે.

Reetika Hooda

મુકાબલામાં એક સમયે બંનેનો સ્કોર 1-1થી બરાબર હતો. રિતિકાની પ્રતિસ્પર્ધીને છેલ્લો પોઈન્ટ મળતા વિજેતા જાહેર કરવામાં આવી. રિતિકા 1-0થી આગળ હતી પરંતુ પછી નિષ્ક્રિયતાને કારણે તેણે એક પોઈન્ટ ગુમાવ્યો.

જો કે રિતિકા માટે હજુ પણ મોકો છે. તેણીને રિપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક મળશે અને જો કાઈજી આ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચશે તો જ આ શક્ય બનશે.

રીતિકા રોહતકના ખરકડા ગામની રહેવાસી છે અને બાળપણમાં હેન્ડબોલ રમતી હતી, પરંતુ પાછળથી તેના પિતાની સલાહ પર તેણે કુસ્તીનો અભ્યાસ શરૂ કર્યો. તે 72 કિગ્રા વજન વર્ગમાં કુસ્તી કરતી હતી. ઓલિમ્પિકમાં આ વજન વર્ગ ઉપલબ્ધ ન હોવાથી તેણે 76 કિગ્રા વજન વર્ગમાં ભાગ લીધો.

જણાવી દઈએ કે, વિનેશ ફોગાટ બહાર થયા બાદ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. હજુ ભારતના ખાતામાં એક પણ ગોલ્ડ મેડલ આવ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X