For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોનીએ જાહેર કર્યો રિટાયર્મન્ટ પ્લાન

|
Google Oneindia Gujarati News

નોટિંગહામ, 7 જુલાઇઃ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મ દિવસ છે, તેમના ક્રિકેટ ફેન્સ તેમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે, ત્યારે બીજી તરફ ધોનીએ પોતાના 33માં જન્મ દિવસ નિમિત્તે પોતાના રિટાયર્મન્ટ પ્લાન જાહેર કરી દીધો છે. બીસીસીઆઇની ઓફિસિયલ વેબસાઇટ બીસીસીઆઇ ડોટ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તે શું કરશે અને કેવા પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાશે તે અંગે જણાવ્યું છે.

આ પણ વાંચોઃ- વિશ્વ ક્રિકેટની યાદગાર તસવીરોઃ ફરી મેદાનમાં ઉતર્યા દિગ્ગજો

ક્રિકેટ સ્ટમ્પ માટે અલાયદો રૂમ

ક્રિકેટ સ્ટમ્પ માટે અલાયદો રૂમ

વિકેટકીપર-બેટ્સમેન ધોની વિશ્વના વિવિધ દેશો સામે રમાયેલી મેચ દરમિયાન વિજય મેળવ્યા બાદ એકઠા કરેલા સ્ટમ્પના કલેક્શન માટે તે એક અલાયદો રૂમ બનાવવાની યોજના બનાવી રહ્યાં છે. જોકે, તેમને ખબર નથી કે કયું સ્ટમ્પ તેમણે કયા દેશ સામેની કઇ મેચમાં વિજય મેળવ્યા બાદ ઉચક્યું હતું.

આ છે રિટાયર્મન્ટ પ્લાન

આ છે રિટાયર્મન્ટ પ્લાન

તેમણે કહ્યું કે, નિવૃત્તિ લીધા બાદ મારો રિટાયર્મન્ટ પ્લાન એ છેકે હું ઘરે બેસીને એ તમામ મેચોના વીડિયો નિહાળીશ અને તેમાંથી એ વાતનો ઉકેલ લાવીશ કે કયું સ્ટમ્પ કયા દેશ સામેની કઇ મેચમાં વિજયી થયા ત્યારે ઉચક્યું હતું. આ મારો પોસ્ટ ક્રિકેટ પાસ્ટ ટાઇમ હશે.

તમામ વીડિયોને ગંભીરતાથી નિહાળીશ

તમામ વીડિયોને ગંભીરતાથી નિહાળીશ

ધોનીએ આ અંગે જણાવતા કહ્યું છેકે, મે અનેક સ્ટમ્પ એકઠાં કર્યાં છે, જે એક સારી બાબત છે, પરંતુ ખરાબ બાબત એ છેકે મને એ સ્ટમ્પ કઇ મેચનું છે તે ખબર નથી, તેથી નિવૃત્તિ લીધા બાદ હું મારી તમામ મેચોના વીડિયો નિહાળીશ, તેમાં દરેક સ્પોન્સર્સના લોગો અને સ્ટમ્પ્સને નજીકથી નિહાળીશ અને પછી નક્કી કરીશ કે કયુ સ્ટમ્પ કઇ મેચનું છે.

નિવૃત્તિની તારીખ નક્કી નથી

નિવૃત્તિની તારીખ નક્કી નથી

આ ધોનીના રિટાયર્મન્ટ પ્લાન્સમાનો એક પ્લાન છે, જોકે તેમણે હજુ એ વાતનો અંદેશો આપ્યો નથી કે તે ક્યાં સુધી ક્રિકેટ સાથે જોડાયેલા રહેશે અને ક્યારે નિવૃત્તિ લેશે.

English summary
On his 33rd birthday, India captain MS Dhoni has revealed his retirement plan!Yes, in an interview to Board of Control for Cricket in India's (BCCI) official website bcci.tv today, Dhoni has spelled out what he is going to do after quitting cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X